Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કેર જારી

ગુજરાતમાં સ્વાઈન ફ્લુના આજે રવિવારના દિવસે વધુ ૨૧ કેસ સપાટી પર આવ્યા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે છેલ્લા બે દિવસના ગાળામાં જ સ્વાઈન ફ્લુના વધુ ૪૯ કેસો સપાટી પર આવ્યા છે અને બે લોકોના મોત થયા છે. સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યા એકંદરે ઝડપથી વધી રહી છે. મોતનો આંકડો પણ વધી રહ્યો છે. સંબંધિત વિભાગ દ્વારા તમામ પગલાં લેવાઈ રહ્યા હોવા છતાં કેસો બની રહ્યા છે. સ્વાઈન ફ્લુનો આતંક યથાવત રીતે જારી રહેતા હવે સ્કુલ અને કોલેજો માટે પણ આરોગ્ય ચેતવણી જારી કરાઈ છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને અન્યત્ર વિસ્તારોમાં સ્વાઈન ફ્લુનો આતંક વધારે જોવા મળ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. સ્વાઈન ફ્લુને રોકવા તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યા વધી રહી છે. છેલ્લા બે દિવસમાં ૪૯ ના કેસની સાથે દર્દીઓની સંખ્યા ૪૪૫૫ થઇ ગયો છે. ગુજરાતમાં આજે પણ નવા કેસ સપાટી ઉપર આવ્યા હતા. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના કેસો સૌથી વધુ નોંધાયા છે. અમદાવાદ સહિત જુદા જુદા વિસ્તારોમાં સ્વાઈન ફ્લુને રોકવા માટે વિવિધ પગલાં લેવાઈ રહ્યા હોવા છતાં દરરોજ નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. આજે શુક્રવારના દિવસે વધુ એક વ્યક્તિનાના મોત સાથે મૃતકોની સંખ્યા પણ ૧૨૯ ઉપર પહોંચી ગઈ છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુને રોકવાના પગલા હજુ સુધી બિનઅસરકારક દેખાઈ રહ્યા છે. આજે એકના મોત સાથે મોતનો આંકડો વધીને સત્તાવારરીતે ૧૩૧ ઉપર પહોંચ્યો હતો. કેસોની સંખ્યા વધીને ૪૪૫૫ ઉપર પહોંચી ગઈ છે. મોટી સંખ્યામાં દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા ૩૧૬ નોંધાઈ ચુકી છે જે રાજ્યની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજી બાજુ આરોગ્ય વિભાગે દાવો કરતા કહ્યું છે કે, રાજ્યમાં આ વર્ષે રોગથી ગ્રસ્ત લોકોની સંખ્યા વધી છે. સાથે સાથે યોગ્ય સારવાર લીધા બાદ ૩૯૩૨ લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે. આ વર્ષે સૌથી વધારે સ્વાઈન ફ્લુના દર્દી અમદાવાદ મ્યુનિસિપલ ક્ષેત્રમાં નોંધાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ક્ષેત્રમાં ૧૩૦૦થી વધુ કેસો નોંધાયા છે. દેશના સ્વાઈન ફ્લૂ ગ્રસ્ત સૌથી વધારે આંકડા ધરાવતા રાજ્યોમાં ગુજરાત પણ સામેલ રહ્યું હતું. અમદાવાદમાં મોતનો આંકડો ૨૫થી ઉપર પહોંચી ચુકયો છે. આજના આંકડાને ધ્યાનમાં ન લેવામાં આવે તો પણ સ્વાઈન ફ્લુનો સૌથી વધારે પ્રકોપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોવા મળ્યો છે જ્યાં જાન્યુઆરી મહિનામાં આ રોગથી ગ્રસ્ત લોકોની સંખ્યા ૧૩૦૦ ઉપર પહોંચી હતી.

Related posts

અમદાવાદમાં ઝાડા-ઉલ્ટીના બે દિનમાં ૪૭ કેસ નોંધાયા

aapnugujarat

સિહોરના ટાણા ખાતે મચ્છરજન્ય રોગચાળો અટકાવવાની કામગીરી હાથ ધરાઈ

editor

સ્વાઇન ફ્લુ અંગે આરોગ્ય શિક્ષણ આપીને વિરમગામમાં અનોખી રીતે શીક્ષક દિનની ઉજવણી કરાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1