Aapnu Gujarat
રાષ્ટ્રીય

સરકારે સ્થાનિક કંપનીઓને કોરોના રસી ઉત્પાદન માટે મંજૂરી આપવી જાેઇએ : ગડકરી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બાદ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ દેશમાં રસીની અછત અંગે સવાલ ઉઠાવ્યા છે. તેમણે સવાલ કર્યો કે, ૧૫થી ૨૦ દિવસમાં રસીની અછત દૂર કરી શકાય છે. જાે સરકાર દેશની સ્થાનિક કંપનીઓને રસીના ઉત્પાદન માટે મંજૂરી આપે તો દેશમાં રસીનું ઉત્પાદન વધી શકે છે.સરકારે દેશની કંપનીઓને રસીના ઉત્પાદન માટે લાયસન્સ આપવું જાેઈએ. નીતિન ગડકરીએ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાને જણાવ્યુ હતુ કે, જ્યારે રસીની માગ વધે ત્યારે તેની માગ પુરી કરવામાં મુશ્કેવી વધે છે. સરકારે એકના બદલે ૧૦ કંપનીઓને રસી બનાવવા માટે લાયસન્સ આપવા જાેઈએ. અને તેના માટે રોયલટી પણ લેવામાં આવે. દરેક રાજ્યમાં પહેલાથી બેથી ત્રણ લેબોરેટરી છે. ફોર્મુલા આપી કંપની સાથે સમન્વય કરી રસીનું ઉત્પાદન વધારવું જાેઈએ. આ પહેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ રસીની અછત બાદ કેન્દ્ર સરકારને દેશની કંપનીઓને રસીના ઉત્પાદન માટે મંજૂરી આપવાની માગ કરી હતી.

Related posts

इसरो को तैयार करने हैं रॉकेटों के ३ सेट : रिपोर्ट

aapnugujarat

लोकसभा ने उपभोक्ता संरक्षण विधेयक को मंजूरी दी

aapnugujarat

ભારતની આક્રમકતા બાદ યુરોપિયન યુનિયનના ૭ દેશોએ કોવીશીલ્ડને માન્યતા આપી

editor

Leave a Comment

UA-96247877-1