Aapnu Gujarat
ગુજરાત

વડનગરમાં સહયોગી યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા 400 કીટોનું વિતરણ

વડનગરથી અમારા સંવાદદાતા મહેશ અસોડિયા જણાવે છે કે, ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કોરોના સેવા યજ્ઞ અંતર્ગત કોરોના વોરીયર્સને રાશનકીટ અને આવશ્યક ચીજવસ્તુઓની કીટ મળે તે માટે વિવિઘ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી વાહનોને ફ્લેગઓફ કરાવ્યું હતું. મહેસાણા જિલ્લામાં યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા આજે 400 કીટનું વિતરણ કરાયું હતું. .અત્રે ઉલ્લેખનીય છેકે યુવા અનસ્ટોપેબલ સંસ્થાના ટ્રસ્ટી અને જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ વડનગરના ડીન હિમાન્શુ જોષી દ્વારા આ પહેલાં પણ વડનગર ખાતે સંસ્થાના માધ્યમથી 150 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું,
રાજ્યપાલશ્રી દ્વારા શરૂ કરેલ કોરોના સેવા યજ્ઞમાં અમારી સંસ્થાને જન સેવાનો મોકો મળ્યો છે.વર્તમાન રોગચાળાની પરિસ્થિતિનો સામનો કરવા માટે સેવાયજ્ઞની આ પહેલ થકી કોરોનો વોરીયર્સના જુસ્સા અને ઉત્સાહમાં વધારો થઇ રહ્યો છે.
વડનગર જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ ડીન હિમાન્શુ જોષીએ જણાવ્યું હતું કે જેમાં રાશનકીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ પહેલા વડનગર ખાતે 150 જેટલી કીટોનુ વિતરણ કરાયું છે.જેમાં કોરોના વોરીયર્સ તેમજ દર્દીઓના પરીવાર સહિત ગામમાં જરૂરીયાતમંદોને કીટો પુરી પાડવામાં આવી હતી. આ કીટમાં એક કુટુંબના ચાર વ્યક્તિઓને 01 મહિના જેટલું રાશન પુરૂ પાડવામાં આવે છે.
પ્રાથમિક પણે વર્ગ-04ના કર્મચારીઓને રાશનકીટ સહિત આવશ્યક ચીજવસ્તુઓની કીટ આપવામાં આવી છે.જેમાં કઠોળ,રસોઇતેલ,અનાજ,મસાલા,નાસ્તા,ટોઇલેટેરીઝ અને ડિટર્ઝન્ટ જેવી આવશ્યક પુરવઠો ધરવાતી વસ્તુઓ આપવામાં આવી હતી.
વડનગર ખાતે મેડીકલ કોલેજ અને હોસ્પિટલમાં મેડીકલ સપોર્ટ સ્ટાફ,વોર્ડ બોયઝ સહિત આરોગ્ય કર્મચારીઓને કીટ આપવામાં આવી છે.યુવા અનસ્ટોપેબલ ટિમ દ્વારા કરાઇ રહેલ શ્રેષ્ઠત્તમ કામગીરી પ્રશંસાને પાત્ર છે
રાજ્યમાં હેલ્થકેર કર્મયોગીઓ કોવિડની ભયાનક પરિસ્થિમાં બીજાનો જીવ બચાવવા માટે પાતોના સ્વાસ્થયને જોખમમાં મુકી સેવાનું કાર્ય કરી રહ્યા છે આવા કર્મયોગીઓને કોરોના સેવાયજ્ઞમાં બિરદાવવા સરકાર દ્વારા શરૂ કરેલ પહેલને યુવા અનસ્ટોપબેલ સંસ્થાના ડીન હિમાન્શુ જોષીએ આભાર વ્યક્ત કરી કાર્યને ઉત્સાહપુર્ણ રીતે પુર્ણ કરવા કટિબધ્ધતા બતાવી હતી

Related posts

મહેસાણા ખાતે પોલીસ તાલીમાર્થી રમતોત્સવ યોજાયો

editor

સ્નેહા ફાઉન્ડેશનના બાળકો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ

editor

વીવીપેટને લઇને લોકજાગૃતિ કેળવાય તે માટે ગુજરાહ હાઈકોર્ટમાં થઈ અરજી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1