Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં મ્યૂકરમાઈકોસિસનો આતંક વધ્યો

કોરોના મહામારી બાદ મ્યૂકરમાઇકોસિસ રોગે માથું ઊંચક્યું છે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બીમારી ધરાવતાં લોકો આ રોગનો વધુ શિકાર થઈ રહ્યા છે. મ્યૂકરમાઇકોસિસ એક રીતે ઉધઈની માફક નાકની અંદરના હાડકાંને કોતરી ખાય છે. તે એક ભયાનક બિમારી છે. મ્યૂકરમાઇકોસિસ એક ફંગસ છે, જે પ્રથમ તબક્કે નાકમાં, બીજા તબક્કે તાળવામાં, ત્રીજા તબક્કે આંખ અને ચોથા તબક્કે મગજ સુધી પહોંચે છે, અત્યારે ત્રીજા અને ચોથા તબક્કે ફંગસ પહોંચે ત્યારે દર્દીઓ હોસ્પિટલ પહોંચે છે. હાલ આ ભયાનક રોગ વચ્ચે સમગ્ર ગુજરાતના મહાનગરોમાંથી એક પછી એક કેસ નોંધાઈ રહ્યા છે.
કોરોનાથી સાજા થયેલા લોકોને આંખ અને નાકમાં દુખાવો થાય તો તાત્કાલિક સારવાર કરાવવી હિતાવહ છે. આ રોગમાં સારવાર માટે વહેલા પહોંચે તો તેવા દર્દીઓમાં મોતનું પ્રમાણ નહિવત્‌ છે. કોરોના બાદ હવે મ્યુકરમાઈકોસિસે દેખા દેતા દર્દીઓમાં સ્વભાવિકપણે ભયનો માહોલ ફેલાયો છે. આ ફુગના ઈન્જેક્શન પણ મોંઘાદાટ મળે છે અને મોંઘા હોવા ઉપરાંત સરળતાથી મળતા પણ નથી.
અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે મ્યૂકરમાઇકોસિસ માટે બે અલગ-અલગ વોર્ડ ઊભા કરાયા છે, જેમાં કુલ ૧૧૦ બેડની સવલત ઊભી કરાઈ છે. અલબત્ત, ૧૧૦ પૈકી ૧૦૫ બેડ ભરાઈ ગયા છે. મહેસાણામાં મ્યુકરમાઈકોસિસ વોર્ડ તૈયાર કરાયો છે, હાલ મ્યુકરમાઈકોસિસના ૨૪ દર્દી દાખલ છે. આખા રાજ્યના કુલ મ્યૂકરમાઈકોસિસના કેસ અને શહેરોની સ્થિતિ ઓવરઓલ ભયાનક થવા જઇ રહી છે. વડોદરા મ્યુકર માઇકોસીસના વધુ ૯ દર્દીઓ વધતા અત્યાર સુધીમાં ૨૨ દર્દીઓના મોત થઇ ગયા છે.
સુરત સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં ૧૯ મ્યુકરમાઈકોસિસના દર્દીઓ દાખલ કરાયા છે. મ્યુકરમાઇકોસીસના ૯ પોઝિટિવ કેસ, જ્યારે ૧૦ શંકાસ્પદ કેસ સારવાર હેઠળ છે.
સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ૨૭૧૫ કેસ નોંધાયા છે, જ્યારે ૧૯૨ દર્દીઓના મોત થયા છે. જૂનાગઢ, અમરેલી, મોરબીમાં કેસ વધ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ મ્યુકરમાઈકોસિસનો કહેર જોવા મળી રહ્યો છે. સિવિલમાં મ્યુકરમાઈકોસિસના વધુ ૨૫ કેસ નોંધાયા છે. હાલ રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના ૧૫૦ દર્દીઓ દાખલ છે.
બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના કેસોમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં એક જ દિવસમાં ૨૫ કેસનો વધારો થયો છે. રાજકોરમાં હાલ કુલ ૧૫૦ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટ સિવિલમાં મ્યુકરમાઇકોસીસ માટે હાલ ૧૦૦ બેડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
વલસાડ જિલ્લામાં મ્યૂકર માઇકોસિસ રોગે પગપેસારો કરી દીધો છે. બીજા વેવમાં જિલ્લામાં મ્યુકરમાઇકોસિસના ૩૫થી વધુ દર્દીઓ મળી આવ્યા છે. વલસાડના ઇ.એન.ટી. સર્જને કોરોનાના બીજા વેવમાં અત્યાર સુધીમાં આ રોગનો ભોગ બનેલા ૧૫ દર્દીના ઓપરેશન કર્યા છે. જે પૈકી પાંચને રજા આપી દેવાઇ છે, જયારે એકનું મોત થયું છે. વલસાડની ડોકટર હાઉસમાં હાલમાં મ્યૂકર માઇકોસિસની વધુ ૧૦ દર્દીઓ, કસ્તુરબા હોસ્પિટલમાં ૦૫ દર્દીઓ તથા પારડીની પારડી હોસ્પિટલમાં ૦૩ દર્દીઓ દાખલ છે.

Related posts

મોરબી પુલ દુર્ઘટના : જયસુખ પટેલને જામીન મળે તેમાં સરકારને વાંધો નથી

aapnugujarat

પીએનબી ફ્રોડ કેસના સંદર્ભમાં અમદાવાદનાં નક્ષત્ર શો રૂમ પર ઇડીના દરોડાથી ચકચાર

aapnugujarat

હરેકૃષ્ણ મંદિર, ભાડજના ચતુર્થ પોટોત્સવ પર્વની પ્રથમ દિવસે થયેલ ભવ્ય ઉજવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1