Aapnu Gujarat
ગુજરાત

પીએનબી ફ્રોડ કેસના સંદર્ભમાં અમદાવાદનાં નક્ષત્ર શો રૂમ પર ઇડીના દરોડાથી ચકચાર

પંજાબ નેશનલ બેંક ફ્રોડના સંદર્ભમાં દરોડાની કાર્યવાહી આજે પણ જારી રહી હતી. પ્રાપ્ત માહિતી મુજબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આજે અમદાવાદ શહેરના સીજી રોડ પર આવેલા નક્ષત્રના શો રુમ પર દરોડા પાડતા ખળભળાટ મચી ગયો હતો. ઇડીની ટીમે બાતમી મળ્યા બાદ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી અને તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. ૧૧ હજાર કરોડના પીએનબી ફ્રોડના કેસમાં દરરોજ નવી નવી વિગતો સાપાટી ઉપર આવી રહી છે. આ કૌભાંડમાં મુખ્ય આરોપી હિરા કારોબારી નિરવ મોદી અને મેહુલ ચોક્સી ફરાર થઇ ગયા છે પરંતુ તેમની સાથે સંબંધિત મામલામાં તપાસ ચાલી રહી છે. ઇડી અને સીબીઆઈ દ્વારા તપાસનો દોર ચાલી રહ્યો છે. દેશના બેંકિંગ ઇતિહાસના સૌથી મોટા કૌભાંડમાં અનેક ચોંકાવનારી વિગતો ખુલી રહી છે ત્યારે ગીતાંજલિ જેમ્સના પ્રમોટર મેહુલ ચોક્સીની સામે તપાસ હાથ ધરવામાં આવી ચુકી છે. તેમને દેખતાની સાથે જ પકડી લેવા માટે લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી ચુકી છે. વિદેશ મંત્રાલય દ્વારા નિરવ મોદી અને મેહુલ ચોક્સીના પાસપોર્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમના વિદેશના આઉટલેટ ઉપર પણ કારોબાર ન કરવા માટે કહેવામાં આવ્યું છે. ઇડીની દ્વારા આજે કરવામાં આવેલી તપાસના સંદર્ભમાં માહિતી મળી શકી નથી. પીએનબી કૌભાંડમાં હજુ સુધી ૧૮ કર્મચારી સસ્પેન્ડ કરવામાં આવી ચુક્યા છે. નિરવ મોદી અનેક તપાસ સંસ્થાઓની ચકાસણી હેઠળ આવી ચુક્યા છે. ચાર મોટી જ્વેલરી કંપની ગીતાંજલિ, ગિન્ની, નક્ષત્ર અને નિરવ મોદી તપાસના ઘેરામાં છે. આના ભાગરુપે જ આજે ઇડી દ્વારા અમદાવાદમાં નક્ષત્ર શો રુમ ઉપર દરોડા પાડ્યા હતા. સીબીઆઈ અને ઇડી દ્વારા તેમની જુદી જુદી બેંકો સાથે સાંઠગાંઠ હોવાની વાત પણ કરી છે. બીજી બાજુ તપાસ સંસ્થાઓએ દરોડા જારી રાખ્યા છે. ઇડીના અધિકારીઓએ આજે પશ્ચિમ બંગાળના ડુર્ગપુર ખાતે ગીતાંજલિ જેમ્સ સ્ટોર પર વ્યાપક દરોડા પાડ્યા હતા. દરોડાનો દોર જારી રાખવામાં આવ્યો છે. તે પહેલા ૧૫મી ફેબ્રુઆરીના દિવસે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. હજુ કાર્યવાહી જારી રહી શકે છે.

Related posts

कांकरिया क्षेत्र में व्यापारी के पास से लाखो के कपड़े खरीदकर छेतरपींडी

aapnugujarat

म्युनि में नियुक्ति सत्ता सरकार हस्तक के निर्णय को हाईकोर्ट में चुनौती

aapnugujarat

ગુજરાત : જીએસટીનો મુદ્દો નિર્ણાયક સાબિત થઇ શકે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1