Aapnu Gujarat
Uncategorized

મહાસફાઇ અભિયાનનો પ્રારંભ સોમનાથ મંદિર ખાતેથી કરાયો

સોમનાથ આવતાં યાત્રિકોને સ્વચ્છ નગરમાં અને દૈવીનગરીમાં આવ્યાંની અનુભુતિ વ્યક્ત કરવા હેતુ, વેરાવળ પાટણ સંયુક્ત નગર પાલિકા અને શ્રી સોમનાથ ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે મહાસફાઇ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સોમનાથ મંદિરથી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી, વેરાવળ સુધીના માર્ગોપર કચરો, પથ્થરો,કસ્તર અને વર્ષોથી પડેલા કચરાના ગંજને કરવામાં આવશે દુર તેવા શુભકાર્યનો પ્રારંભ સોમનાથ મંદિરથી કરવામાં આવેલ હતો.  પ્રારંભે પાલિકા પ્રમુખ જગદીશભાઇ ફોફંડી, જયદેવભાઇ જાની ઉપપ્રમુખ, સાથે જ નગરપાલિકાના અધિકારી હીરપરા તથા સફાઇ કર્મચારીઓ, શ્રી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર, અધિકારીઓ કર્મચારી, બીવીજી ટીમ સહિત સૌ જોડાયા હતા. સોમનાથ-વેરાવળના સ્થાનિકોએ પણ આ કાર્યક્રમમાં જોડાઇ શહેરને સ્વચ્છ કરવા કચરો એકત્રિત કરવા વાહન પસાર થાય ત્યારે આપણે આપણાં ઘરનો કચરો આપી આ સફાઇ યજ્ઞમાં આપણું યોગદાન આપવા અપીલ કરવામાં આવે છે.  આ મહાસફાઇ અભિયાનના અન્ય તબક્કાઓમાં શહેરી વિસ્તારોને સ્વચ્છ કરવામાં આવશે. સફાઇ અભિયાનમાં જોડાવા સામાજીક સંસ્થાઓ,કોલેજોના વિધાર્થીઓ, યુવાનો, સ્થાનિક લોકોને જોડાવા શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી અપીલ કરવામાં આવે છે.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

ગુજરાત કિસાન સભા દ્વારા જો સરકાર ખેત સુધારા પાછા ન ખેંચે તો દિલ્હી ચલોનો નારો…..

editor

સોમનાથ ખાતે ૧૨મી ઓક્ટોબરે ‘રાષ્ટ્રીય સાંસ્કૃતિક મહોત્સવ’ યોજાશે

aapnugujarat

ઉનાના પીડિત પરિવાર સહિત કેટલાકે સ્વીકારેલો બૌધ્ધ ધર્મ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1