Aapnu Gujarat
ગુજરાત

દલિત આગની જવાળામાં કેટલાક વિસ્તાર લપેટાયા

પોતાના હક્કની જમીનની લડતને લઇ પાટણ કલેકટર કચેરી ખાતે ગઇકાલે આત્મવિલોપન કરી આખરે મોતને વ્હાલું કરનાર દલિત વૃધ્ધ ભાનુભાઇ વણકરના મોત બાદ આજે દલિત યુવા નેતા જીગ્નેશ મેવાણી સહિતના આગેવાનોએ આજે અમદાવાદ બંધનું એલાન આપ્યું હતુ પરંતુ કેટલાક વિસ્તારોને બાદ કરતાં બંધની કોઇ ખાસ અસર જોવા મળી ન હતી. ખાસ કરીને દલિત વિસ્તારોમાં બંધની અસર વર્તાતી હતી. તો સાથે સાથે શહેરમાં એક અંજપો અને આંતરિક દહેશતની લાગણી ફેલાયેલી જોવા મળી હતી. શહેરમાં એક કાર અને બાઇને આગચંપી અને ઉગ્ર વિરોધ-દેખાવોની ઘટનાને લઇ કેટલાક વિસ્તારોમાં વાતાવરણ તંગ બન્યું હતુ. આજે સવારે સારંગપુર સર્કલ પાસે આજે દેખાવો અને વિરોધની બીજીબાજુ, દલિત યુવા નેતા જીગ્નેશ મેવાણીની ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ તેઓ સરસપુરથી સારંગપુર આવી રહ્યા ત્યારે વચ્ચેથી જ અટકાયત કરી લીધી હતી. મેવાણીની અટકાયત બાદ રાજયના પાટણ, ઉઁઝા, મહેસાણા, પાલનપુર, વડનગર ઉપરાંત સૌરાષ્ટ્રમાં મોરબી, જૂનાગઢ, ગોંડલ, વેરાવળ સહિતના પંથકોમાં દલિત આક્રોશની આગની જવાળા ભડકી હતી. રાજયભરમાં ઠેર-ઠેર હજારો દલિતો રસ્તાઓ પર આવી ગયા હતા અને સરકાર સામે ઉગ્ર વિરોધ અને પ્રદર્શનો યોજયા હતા. પોલીસે અમદાવાદમાંથી ૮૦થી વધુ, ઉંઝામાં ૭૦થી વધુ મળી રાજયના જુદા જુદા વિસ્તારો અને પંથકો ખાતેથી સેંકડો દલિત યુવકોની અટકાયત કરી હતી. જેને લઇ દલિત સમાજનો આક્રોશ વધુ ભભૂકયો હતો. દલિત વૃધ્ધ ભાનુભાઇ વણકરના આત્મવિલોપનની આગની જવાળા આજે પણ શહેર સહિત રાજયભરમાં ભભૂકતી રહી હતી. શહેરના સારંગપુર વિસ્તારમાં આજે સવારે અમદાવાદ અને ગાંધીનગર બંધને લઇ વિરોધ કાર્યક્રમો અને દેખાવો માટે દલિત આગેવાનો અને કાર્યકરો વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. રોષે ભરાયેલા દલિત કાર્યકરોએ ટ્રાફિક અને રોડ ચક્કાજામના પ્રયાસો કર્યા હતા. જો કે, પહેલેથી જ સેંકડો પોલીસ જવાનો આ સ્થળે સુરક્ષામાં તેનાત કરી દેવાયા હતા. એક તબક્કે મામલો વધુ વણસે તે પહેલાં ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ દલિત યુવા નેતા જીગ્નેશ મેવાણી અને તેમના સમર્થક કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. જીગ્નેશ મેવાણીની સવારે જ પોલીસ દ્વારા અટકાયતના સમાચાર વાયુવેગે પ્રસરતાં સૌથી પહેલા પ્રત્ઘાત શહેરના જૂના વાડજ વિસ્તારમાં પડયા હતા. ઉશ્કેરાયલા દલિત યુવાઓના ટોળાએ એક કાર અને એક બાઇક સહિત ચાર વાહનોને જાહેરમાં રસ્તા પર જ સળગાવી દીધા હતા એ પછી સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયુ હતું. પોલીસે તાત્કાલિક જ ઘટનાસ્થળે પહોંચી વાડજમાંથી પણ દલિત પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. ગાંધીનગર, પાટણ, ઉંઝા, મહેસાણા, પાલનપુર, વડગામ સહિતના સમગ્ર ઉત્તર ગુજરાત અને બીજીબાજુ, સૌરાષ્ટ્રમાં પણ મોરબી, જૂનાગઢ, ગોંડલ, વેરાવળ સહિતના પંથકોમાં પણ દલિતો મહિલાઓ-બહેનો સાથે હજારોની સંખ્યામાં રસ્તાઓ પર આવી ગયા હતા. જેને પગલે રાજયભરમાં ઠેર-ઠેર વિરોધ, ટ્રાફિક ચક્કાજામ અને દેખાવોના કાર્યક્રમો શરૂ થઇ ગયા હતા. પાટણ, ઉંઝા અને મહેસાણામાં તો દલિત મહિલાઓ અને બહેનોને સાથે રાખી હજારો દલિતો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જોરદાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા. દલિત મહિલાઓ અને યુવતીઓએ થાળી-વેલણ વગાડી, છાજિયા લઇ, સૂત્રોચ્ચાર કરી સરકાર સામે ઉગ્ર વિરોધ અને દેખાવો યોજયા હતા. દલિત પ્રદર્શનકારીઓએ મહેસાણા-પાલનપુર, ઉંઝા-પાલનપુર , પાટણ-સમી, સમી-હારીજ સહિતના હાઇવે ચક્કાજામ કરાયા હતા. પરિસ્થિતિ તંગ જણાતાં એસટી નિગમની મહેસાણા, પાટણ અને ઉંઝા તરફથી વડોદરા બાજુ અને તે તરફના અન્ય રૂટોની એસટી બસો અગમચેતીના પગલારૂપે રદ કરવામાં આવી હતી, તો કેટલાય રૂટો ડાયવર્ટ કરાયા હતા. જેના લીધે હજારો મુસાફરો રઝળી પડયા હતા. તો સૌરાષ્ટ્રમાં લીંબડી-ધંધુકા હાઇવે, ગોંડલમાં રાજકોટ નેશનલ હાઇવે, જૂનાગઢ-વેરાવળ, આશાપુરા ચોકડી નેશનલ હાઇવે સહિતના કેટલાય હાઇવે પર દલિત પ્રદર્શનકારીઓએ ટ્રાફિક ચક્કાજામ કર્યો હતો અને રસ્તા પર સૂઇ જઇને જોરદાર દેખાવો અને પ્રદર્શન યોજયા હતા. રાજયભરમાં આજે દલિતોના ઠેર-ઠેર યોજાયેલા વિરોધ-દેખાવોને લઇ મોટાભાગના પ્રદર્શન સ્થળોએ સ્થાનિક પોલીસ અને દલિત પ્રદર્શનકારીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. ખાસ કરીને દલિત મહિલા પ્રદર્શનકારીઓને વશમાં કરવા માટે મહિલા પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. રાજયભરમાં પ્રસરેલી દલિત સમાજની આગ અને આક્રોશને ધ્યાને લઇ સરકારના સત્તાધીશો દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી અને ફરી એકવાર સમાધાનના પ્રયાસોની કવાયત શરૂ કરાઇ હતી. તો રાજયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી રાજયમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વણસે નહી તે માટે તકેદારીના પૂરતા પગલા લેવા નિર્દેશો આપ્યા હતા.

Related posts

ખેડૂતો બેહાલ, સરકારે ઘઉંની ઓછી ખરીદી કરી

editor

अहमदाबाद : २५ दिन में उल्टी-दस्त के ३८० केस

aapnugujarat

બિનઅનામત આયોગની નીતિ કેબિનેટમાં નક્કી થવાના સંકેત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1