Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગરમાં ૨ હજારથી વધુ લોકોના કોરોનાથી મોત

ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાથી કેટલા લોકો મોતને ભેટ્યા તેની આંકડાકીય માયાજાળ વચ્ચે છેલ્લા ત્રણ મહિના દરમિયાન જ બે હજારથી વધુ લોકો કોરોના સામેની જંગ હારી જઈને રાત દિવસ શહેરનાં મુક્તિ ધામમાં લાઈનો સ્વરુપે મુક્તિ મેળવવા ગોઠવાઈ ગયા હતા. જેમાં એપ્રિલ માસની ગોઝારી ૧૬ તારીખને શુક્રવારે સૌથી વધુ એક સાથે ૭૯ મૃતકોને એક સાથે જ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.
ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાની બીજી લહેર ઘાતકી રીતે મહિલા, પુરુષ, અબાલ વૃદ્ધ સૌ કોઈને પોતાનો શિકાર બનાવી રહી છે. ત્યારે ગાંધીનગરમાં કોરોના આંક પણ વધવાની સાથો સાથ મૃત્યુ આંકમાં પણ ધરખમ વધારો નોંધાઈ ચૂક્યો છે. ભૂતકાળમાં સ્મશાનમાં દિવસમાં માંડ બે ત્રણ મૃતદેહો આવતા હતા. જેની સરખામણીમાં છેલ્લા બે મહિનામાં ૧૦૦ ટકા વધારો થતાં સ્મશાનમાં અગ્નિ દાહ માટેની ભઠ્ઠીઓ ખૂટી પડી છે.
ગત વર્ષે ૩૦ મી મે ૨૦૨૦ માં ૨૪૯ કોરોના કેસ હતા. જ્યારે ૩૦ નવેમ્બર ૨૦૨૦ નાં પંદર દિવસ અગાઉ પ્રતિ દિન ૩ હજાર ક્યુબિક મીટર ઓક્સિજનનો વપરાશ સિવિલમાં થતો હતો. જોકે તેમાં એકદમ ઉછાળો આવતાં ૬ હજાર ક્યુબિક ઓક્સિજનનો વપરાશ વધી જવા પામ્યો હતો. દિવાળી પહેલા સિવિલના કોવિડ વોર્ડમાં ૨૦ થી ૩૦ ટકા દર્દીઓને જ ઓક્સિજનની જરૂરિયાત રહેતી હતી. પરંતુ ૩૦ નવેમ્બરથી ૯૯ ટકા દર્દીઓને ઓક્સિજન લેવાની જરૂરિયાત ઊભી થઈ ગઈ હતી. જેથી સવાર સાંજ ઓક્સિજનની ટેન્કર મંગાવવામાં આવતી હતી.
કોરોનાની બીજી લહેર ધીમે ધીમે ગાંધીનગરને પોતાના સકંજામાં લઈ રહી હતી. ત્યારે રાજકીય પક્ષો કોર્પોરેશન ચૂંટણીમાં વ્યસ્ત હતા. એમાંય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી તો કોરોનાએ તેની પીકઅપ પડવાનું શરૂ કરી દીધું હતું. અને જાન્યુઆરી ૨૦૨૧ થી જ મોતનો ખેલ શરૂ થઈ ચૂક્યો હતો.
ગાંધીનગર ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી મૃત્યુ આંક ૫૯૯ નોંધાયો હતો. જેમાં એકદમ જ ઉછાળો આવતાં સ્મશાનમાં રીતસરની મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે લાઈનો માં લગાવી ટોંકન આપવાની શરૂઆત કરવાની ફરજ પડી હતી.
ગાંધીનગરમાં કોરોના નું મૃત્યુ આંક અકલ્પનીય છે ત્યારે સેકટર ૩૦ નાં મુક્તિ ધામમાં લાકડાના ૧૮ ભઠ્ઠા તેમજ ઝ્રદ્ગય્ની બે ભઠ્ઠી રાઉન્ડ ધ કલોક ધમધમતિ કરી દેવામાં આવી છે. જેમાં વિક્રમ પુરબીયા, પ્રકાશ વાળા, મુકેશ વાલોદ્રા, હિતેશ જેઠવા ઝ્રદ્ગય્ અને લાકડા નાં ભઠ્ઠા ઓપરેટરો તરીકે રાત દિવસ કામગીરી રહ્યા છે. મૃત્યુ આંક વધતા જ મહાનગર પાલિકા તરફ થી ૨૫ હજાર મણ લાકડાની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. ઉપરાંત ૧૦ હજાર સૂકાપૂળા અને ૫ હજાર વાંસની વ્યવસ્થા કરી અગ્નિ દાહ માટે કોઈને રાહ જોવી ન પડે તેવું આયોજન સ્મશાન નાં સંચાલકો દ્વારા કરી દેવામાં આવ્યું છે.
ગાંધીનગરમાં કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓને કોરોના ગાઇડલાઇન મુજબ અંત્યેષ્ટિ કરવાની સુવિધા સેક્ટર ૩૦ તેમજ સરગાસણના રુદ્ર ભૂમિ ખાતે કરવામાં આવી છે. સતત મૃતદેહો અગ્નિ સંસ્કાર વિધિ માટે આવતી હોવાથી ટોકન સિસ્ટમ લાગુ કરવાની ફરજ પડી છે. તેમ છતાં સગાંઓને સવારથી જ કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા પછી પોતાનાં સ્વજનોને અગ્નિ દાહ આપી મુક્તિ આપવાની નોબત સર્જાઈ હતી. ગાંધીનગરના સેકટર ૩૦ માં આવેલ મુક્તિ ધામમાં માર્ચ મહિના માં ૧૯૬ તેમજ એપ્રિલ મહિનામાં ૧૨૭૬ મૃતદેહોને કોરોના ગાઈડ લાઈન મુજબ જ અગ્નિ દાહ આપી મુક્તિનો માર્ગ મોકળો કરવામાં આવ્યો હતો. આમ માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન કુલ ૧૪૭૨ મૃતદેહની કોરોના ગાઈડ લાઈન મુજબ અંત્યેષ્ટિ કરવામાં આવી હતી.
ગાંધીનગરના સેક્ટર ૩૦ માં આવેલ મુક્તિધામમાં છેલ્લા બે મહિના દરમિયાન ૧૪૭૨ કોરોના ગાઈડ લાઈન મુજબ અંત્યેષ્ટિ કરવામાં આવી હતી. આ મહિના દરમિયાન છૂટા છવાયા મૃતદેહો સ્મશાનમાં પહોંચાડવા આવતા હતા. પરંતુ ગાંધીનગરના ઈતિહાસમાં એપ્રિલ મહિના જ ૧૨૭૬ મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. જેનાં પરથી જ ગાંધીનગરમાં ચાલતા કોરોનાના મોતના તાંડવનો અંદાજ લગાવવો ભયાવહ છે. એમાંય વળી ૧૬ મી એપ્રિલે એકસાથે ૭૯ મૃતદેહો મુક્તિ મેળવવા સ્મશાનમાં લાવવામાં આવ્યા હતા. ત્યારે સ્મશાન દૃશ્યો બિહામણું અને સ્વજનોનાં આક્રંદથી વધુ શોકમય થઈ ગયું હતું. ત્યારે ભવિષ્યમાં ગાંધીનગરના ઈતિહાસમાં ૧૬ મી એપ્રિલ કાળો દિવસ તરીકે સાબિત થાય તો નવાઈ નહીં.

Related posts

નર્મદા જિલ્લામાં સ્વાતંત્ર્યપર્વની ઉજવણી

aapnugujarat

રમઝાન માસ અને ખેડૂતોના આંદોલનની આગમાં શાકભાજી-ફ્રૂટના ભાવમાં ઉછાળો

aapnugujarat

સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી

editor

Leave a Comment

UA-96247877-1