Aapnu Gujarat
Uncategorized

બોટાદના પ્રહલાદનગર ગામમાં યુવાનની હત્યા

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પ્રહલાદગઢ ગામની સીમમાં ૩ દિવસ પહેલા એક વાડીના કુવામાંથી ગઢડાના કોળી યુવકની હત્યા કરી લાશને કુવામા નાખી દિધી હતી. ગઢડા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો આ ભેદ ઉકેલી નાંખ્યો છે અને પાંચ આરોપીઓની ધરપકડ કરી ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. બંને મિત્રોને એકજ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો જેથી મિત્રએ મિત્રની હત્યા કરી હતી.
ગત તારીખ ૩ મે ના રોજ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પ્રહલાદગઢ ગામની સીમમાં રોડ કાંઠે આવેલ કુવામાંથી એક યુવાનની લાશ મળી આવતા ગઢડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આ યુવાનની લાશને કુવામાથી બહાર કાઢી હતી અને જાણવા મળતા આ યુવાન લાલજીભાઇ ત્રિકમભાઇ ઝાંપડીયા કોળી (ઉ.વ ૩૨) હોવાનું જાણવા મળેલ.
બોટાદ એલ.સી.બી. તથા ગઢડા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ટેકનિક્લ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસમાં જાણવા મળ્યા મુજબ મરનાર લાલજી ઝાપડીયાને ગઢડા તાલુકાના રાજપીપળા ગામની એક યુવતી સાથે પ્રેમસબંધ હોવાનું માલુમ પડતા લાલજીની પ્રેમિકાની પોલીસે પુછતાછ કરતા તે દરમિયાન પ્રેમિકાએ આપેલ માહિતી મુજબ શંકાની સોય મરનાર લાલજી ઝાપડિયાનો મિત્ર વિશાલ ધીરૂભાઇ ડવ (ઉ.વ ૨૧) કે જે ગઢડા શહેરમાં સામાકાઠે રહે છે રહેતો હતો તેની ઉપર ગયેલ. જેના આધારે પોલીસે વિશાલ ડવની સધન પુછપરછ કરતા વીશાલ ડવ ભાગી પડેલ અને પોલીસ સમક્ષ પોપટની જેમ કબુલાત કરેલ અને જણાવેલ કે મરનાર લાલજી ઝાપડિયા ગત તા. ૩ ના રોજ રાત્રીના એકાદ વાગ્યે તેની પ્રેમિકાને રાજપીપળા ગામે મળવા માટે ગઢડા થી નીકળેલ. તે સમયે વિશાલ ધીરૂભાઇ ડવ તથા તેના ચાર મિત્રોએ તેનો પીછો કરેલ અને મરનાર લાલજી રાજપીપળા ગામે તેની પ્રેમિકાને મળીને પ્રલાદગઢ ગામના કાચા રસ્તે થઈ રાત્રીના આશરે સાડા ત્રણેક વાગ્યે ગઢડા તરફ આવતો હતો તે સમયે રસ્તામાં લાલજીને રસ્તામાં આંતરી પાંચેય આરોપીઓએ મરનાર લાલજી સાથે ઝપાઝપી કરી ગળાના ભાગે લુંગી વડે ગળાટુંપો આપી દઇ હત્યા કરેલ અને રસ્તાની બાજુમાં એક કુવો હતો. તેમાં લાલજીની લાશને ફેંકી તમામ આરોપીઓ ભાગી ગયા હતા.
આ ગુનામાં વિશાલ ધીરૂભાઇ ડવ (ઉ.વ.૨૧), અજય મનુભાઈ વાઘેલા (ઉ.વ.૨૧, સાગર રવજીભાઇ ધરોળીયા દેપુ (ઉં.વ.૧૯) તથા બે સગીર મળી કુલ ૫ શખ્સોએ આ હત્યા કરી હોવાનું વિશાલ ડવે પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. તેમજ લાલજીની હત્યા કરવાનુ કારણ એ હતું કે આ આરોપી વિશાલ ધીરૂભાઇ ડવ પોતે મરનાર લાલજી તેનો મિત્ર હતો અને મરનાર લાલજીની પ્રેમિકા સાથે વિશાલ ધીરૂભાઇ ડવને પણ પ્રેમસંબંધ બંધાઇ ગયેલ જેથી પોતાના પ્રેમસબંધમાં કાંટા રૂપ લાલજીભાઇ ઝાપડીયાને હટાવવાનું કાવતરૂ રચી વિશાલ ધીરૂભાઇ ડવ અને તેના ચાર મિત્રોએ સાથે મળીને હત્યાને અંજામ આપેલ હોવાનું ખૂલવા પામ્યું હતું. આ પ્રકરણે તમામ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આમ ગઢડા પોલીસે ન ઉકેલી શકાય તેવો ગુનાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી પોલીસે લાલજી ઝાપડીયાના તમામ હત્યારાઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા.

Related posts

उमेज में झोपडपट्टी में तेंदुए ने महिला पर हमला किया

aapnugujarat

ધોરાજીમાં સી.સી રોડનું કામકાજ પૂર્ણ થતા ઉદ્ઘાટન કરાયું

editor

પોરબંદરના હવાઈ મથકના વિસ્તૃતીકરણ મામલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1