Aapnu Gujarat
ગુજરાત

રમઝાન માસ અને ખેડૂતોના આંદોલનની આગમાં શાકભાજી-ફ્રૂટના ભાવમાં ઉછાળો

એક તરફ મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે, તો બીજી તરફ મહારાષ્ટ્ર ગુજરાતમાં કિસાનોનું પોતાની માગણી માટેનું આંદોલન શાકભાજી ફળફળાદીના ભાવમાં મોટો ઉછાળો લાવ્યું છે. ઉનાળાના બળબળતા તાપે શાકભાજી અને ફળફળાદીમાં સામાન્ય ઉછાળાને બદલે બમ્પર ઉછાળો આવતા વેપારીઓથી માંડીને આમ આદમી સૌ કોઇને ચિંતામાં મુકી દીધા છે.
સમગ્ર ગુજરાતમાં રમઝાન માસને ધ્યાનમાં રાખી માલની આવકમાં અને ભાવમાં અંદાજીત ૨૦ટકા જેટલો વધારો છેલ્લાં એક સપ્તાહથી નોંધાયો છે. જેમાં કિસાનોના આંદોલનના કારણે હાલ ૫૦ ટકા જેટલો વધારો થઇ ચૂક્યો છે. મુસ્લિમ બિરાદરો આ પવિત્ર માસમાં રોજા રાખી સાંજે ઇફ્તાર કરે છે. જે માટે કેળા, તરબૂચ, પપૈયા, શક્કરટેટી જેવા ફળોનો મેનુમાં ચોક્કસ સમાવેશ કરે છે. તો ચટાકેદાર શાક માટે લીંબુ, મરચા, ધાણાનો છૂટથી ઉપયોગ કરતાં હોય છે. દર વખતે વધતી માગને પહોંચી વળવા અને તાજા શાકભાજીનો આગ્રહ વેપારીઓ માટે તડાકો સાબીત થાય છે.
વલસાડ જિલ્લાની વિવિધ એપીએમસીમાં હાલ વલસાડ સહિત બહારના જિલ્લાઓ – રાજ્યોમાંથી ફળો શાકભાજીનો જથ્થો મોટા પ્રમાણમાં ઠલવાઇ રહ્યોં છે. ઉંચા ભાવ હોવા છતાં વેપારીઓનો માલ ચપોચપ ઉપડી રહ્યોં છે. રમઝાન માસને ધ્યાને લઇને મરચાં, લીંબુ, ધાણા, ટમેટા સહિત કોબી, દૂધી જેવા તમામ શાકભાજીની માગ વધી જાય છે. વાપી, વલસાડ, પારડી શાકભાજી માર્કેટમાં બે થી ત્રણ ગણો માલ વધુ આવી રહ્યોં છે. શિયાળામાં શાકભાજીના ભાવ ઘટતા હોય છે. આ વખતે કિસાનોના આંદોલનને પગલે ભાવ બમણા થતાં આમ જનતાનું બજેટ ખોરવાયું છે.એ જ રીતે રમઝાનમાં ફળોનું ખૂબ જ મહત્વ છે. જેને કારણે ફળોની માગ વધી છે. કેળા, પપૈયા, તરબૂચમાં ૧૦ થી ૨૦ટકાનો ભાવ વધારો દર વર્ષે નોંધાતો હોય છે જે આ વખતે ૩૦ ટકા જેટલો નોંધાયો છે. માગ પણ ત્રણ ગણી વધી છે.હોલસેલ માર્કેટની જેમ રીટેલ માર્કેટમાં પણ ભાવ વધારો નોંધાયો છે. ધાણાં, મરચા, લીંબુ આદુ ૧૦૦રૂપિયા કિલોએ પહોંચ્યા છે. ટમેટા, કોબી, દૂધી, રીંગણા જેવી શાકભાજીનો ભાવ કિલોના ૩૫ થી ૫૦ પર પહોંચ્યો છે. ફળોમાં કેળા-પપૈયા-તરબૂચ ૪૦રૂપિયા કિલોએ વેચાઇ રહ્યાં છે. ત્યારે મુસ્લિમ બિરાદરોના પવિત્ર માસ અને કિસાનોના અંદોલન વચ્ચે મોંઘવારીનો માર આગામી દિવસોમાં હિંદુઓના પવિત્ર શ્રાવણ માસ સુધી અકબંધ રહેવાની ભીતી જિલ્લાના વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.

Related posts

गोताब्रिज के छोर प महिला एक्टिवाचालक ने साईकिल चालक को टक्कर मारी

aapnugujarat

ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ દ્વારા નળકાંઠાના ૧૧ ગામમાં સંપર્ક અભિયાન હાથ ધરાયુ

aapnugujarat

યુવકે યુવતીના ફોટા પોર્નસાઇટ પર અપલોડ કરી દેતાં ચકચાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1