Aapnu Gujarat
બિઝનેસ

સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો

પાછલા સપ્તાહે છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે ૪ જૂન, ૨૦૨૧ વાયદા સોનાની કિંમત એમસીએક્સ એક્સચેન્જ પર ૧૧ રૂપિયાના વધારા સાથે ૪૬,૭૩૭ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થઈ હતી. તો પાંચ ઓગસ્ટ ૨૦૨૧ વાયદા સોનાનો ભાવ શુક્રવારે ૩૬ રૂપિયાના વધારા સાથે ૪૭,૦૫૧ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયો હતો. પાછલા સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં સારો એવો ઘટાડો થયો છે. આવો વિસ્તારથી જાણીએ.
પાછલા સપ્તાહે સોનાના ભાવમાં સારો એવો ઘટાડો થયો છે. પાછલા સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ સોમવાર ૨૬ એપ્રિલે એમસીએક્સ પર ચાર જૂન, ૨૦૨૧ વાયદાના સોનાનો ભાવ ૪૭,૬૦૪ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર ખુલ્યો હતો, તેનાથી પાછલા સત્રમાં આ સોનાની કિંમત ૪૭૫૩૨ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થઈ હતી. આ રીતે સોનાના ભાવમાં પાછલા સપ્તાહે ૭૯૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામનો ઘટાડો થયો છે.
પાછલા સપ્તાહે ચાંદીની કિંમતમાં પણ ઘટાડો નોંધાયો છે. પાછલા સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે પાંચ જુલાઈ, ૨૦૨૧ વાયદા ચાંદીની કિંમત એમસીએક્સ પર ૨૭૧ રૂપિયાના ઘટાડા સાથે ૬૮,૩૬૬ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આ ચાંદીની કિંમત સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ સોમવાર ૨૬ એપ્રિલે એમસીએક્સ પર ૬૯૯૪૪ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. તેનાથી પાછલા સત્રમાં તે ૬૯,૮૩૪ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આ રીતે ચાંદીના ભાવમાં પાછલા સપ્તાહે ૧૪૬૮ રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો થયો છે. પાછલા સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે વૈશ્વિક સ્તર પર સોનાની વાયદા અને હાજર બન્ને કિંમતો ઘટાડા સાથે બંધ થઈ હતી. બ્લૂમબર્ગ અનુસાર શુક્રવારે સોનાની વૈશ્વિક વાયદા ભાવ કોમેક્સ પર ૦.૬૦ અમેરિકી ડોલરના ઘટાડા સાથે ૧,૭૬૭.૭૦ ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયો હતો. આ સિવાય સોનાનો વૈશ્વિક હાજર ભાવ શુક્રવારે ૩.૦૫ ડોલરના ઘટાડા સાથે ૧,૭૬૯.૧૩ ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયો હતો.

Related posts

FPI દ્વારા ઇક્વિટી માર્કેટમાં ૨૨૪૧ કરોડ ઠાલવી દેવાયા

aapnugujarat

Reliance का बाजार पूंजीकरण 11.50 लाख करोड़ के पार

editor

સેન્સેક્સમાં ૩૦૬ અંકનો ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1