Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકાએ ભારતની યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો

ભારતમાં કોરોનાના વધતા જતાં કેસ જોતાં અમેરિકાએ હવાઇ યાત્રા પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. જો બાઇડ વહિવટીતંત્ર આગામી અઠવાડિયાથી યાત્રા પર પ્રતિબંધ લગાવવા જઇ રહી છે. વ્હાઇટ હાઉસએ શુક્રવારે જણાવ્યું કે અમેરિકા ૪ મેથી ભારતથી આવનાર મુસાફરો પર પ્રતિબંધ લગાવશે. આ ઉપરાંત એવા વિદેશીઓને પણ દેશમાં પ્રવેશ મળશે નહી, જેમણે ગત ૧૪ દિવસોમાં ભારતની યાત્રા કરી છે. વ્હાઇટ હાઉસને પ્રેસ સેક્રેટરી જેન સાકી એ એક નિવેદનમાં કહ્યું કે રોગ નિયંત્રણ અને સારવાર કેંદ્રની સલાહ પર આ નિર્ણય લગાવામાં આવ્યો છે.
જેન સાકીએ કહ્યું કે ભારતમાં કોરોના વાયરસના કેસમાં અસાધારણ રૂપથી વધારો થઇ રહ્યો છે અને ત્યાં કોરોનાના ઘણા પ્રકારના વેરિએન્ટ ફેલાઇ રહ્યા છે, જેને જોતાં ભારતની યાત્રા પર પ્રતિબંધનો આદેશ ૪ મેથી લાગૂ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે તે પહેલાં અમેરિકાએ પોતાના નાગરિકોને ભારતની યાત્રા ન કરવાનો અને જલદી થી જલદી દેશ છોડવાની સલાહ આપી હતી.
ભારતથી યાત્રા પર પ્રતિબંધ લગાવનાર અમેરિકા પહેલો દેશ નથી. આ પહેલાં બ્રિટન, ઇટલી, જર્મની, ફ્રાંસ, યૂએઇ, પાકિસ્તાન અને સિંગાપુર સહિત ઘણા અન્ય દેશ પણ આ પ્રકારના પ્રતિબંધ લગાવી ચૂકી છે. બીજી તરફ કેનેડા, હોંગકોંગ અને ન્યૂઝિલેંડએ પણ હાલ કોરોના મહામારીના ખતરાને જોતાં ભારત સાથે તમામ વાણિજ્યિક યાત્રા રદ કરી દીધી છે.
ભારતમાં સંક્રમણની વાત કરીએ તો શુક્રવારે ૩૮૬૪૫૨ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ કુલ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૧૮૭૬૨૯૭૬ થઇ ગઇ છે, જ્યારે સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા ૩૧ લાખને પાર છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર શુક્રવારે ૩૪૯૮ દર્દીઓના મોત થયા છે. સંક્રમણના લીધે અત્યાર સુધી ૨૦૮૩૩૦ લોકોના મોત થયા છે.

Related posts

યુકેની સંસદે બ્રેક્ઝિટનો પ્રસ્તાવ ઠુકરાવ્યો, થેરેસા મેની હાર

aapnugujarat

ભારતીય અર્થતંત્ર તેજ ગતિએ વિકાસ કરતું રહેશે : સંયુક્ત રાષ્ટ્ર સંઘ

aapnugujarat

अमेरिकी हिंसा पर बोले पीएम मोदी : सत्ता का हस्तांतरण शांतिपूर्ण तरीके से होना चाहिए

editor

Leave a Comment

UA-96247877-1