Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભારતીય અર્થતંત્ર તેજ ગતિએ વિકાસ કરતું રહેશે : સંયુક્ત રાષ્ટ્ર સંઘ

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ દ્વારા ભારતીય અર્થંત્રના ઝડપથી વિકાસ કરવાની આશા વ્યક્ત કર્યા બાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘ એ પણ ભારતીય અર્થતંત્રમાં વિશ્વાસ મુક્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ તરફથી બુધવારે બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટમાં જણાવાયું છે કે, ભારતીય અર્થતંત્ર ૨૦૧૯ અને ૨૦૨૦માં તેજ ગતીએ આગળ વધશે. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, ભારતીય અર્થતંત્રનો વિકાસ દર ચીન જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં સૌથી વધારે રહેશે. યુએનના રિપોર્ટમાં જણાવાયું છે કે, ભારતનો વિકાસ દર વર્ષ ૨૦૧૮-૧૯માં ૭.૪ ટકા અને આગામી નાણાકિય વર્ષ ૨૦૧૯-૨૦માં ૭.૬ ટકાનો રહેશે. સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક આર્થિક સ્થિતિ અને સંભાવનાઓ ૨૦૧૯ રિપોર્ટમાં અનુમાન લગાવાયું છે કે, વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતનો સરેરાશ વૃદ્ધિ દર ૭.૪ ટકાનો રહેશે. આ વૃદ્ધિને મજબૂત ઘરેલુ વપરાશ, વધુ વિસ્તરણ ધરાવતા આર્થિક વલણ અને છેલ્લા કેટલાક વર્ષોમાં આર્થિક ક્ષેત્રે કરાયેલા સુધારાનો ફાયદો મળી રહ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, મધ્યમ સમયગાળાના વૃદ્ધિ દર માટે ખાનગી રોકાણમાં સતત સુધારો જરૂરી છે. વૈશ્વિક અર્થતંત્રનો ઉલ્લેખ કરતા રિપોર્ટમાં જણાવાયું છે કે, વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦માં તેનો વૃદ્ધિદર ૩ ટકાની નજીક રહેશે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે ચેતવણી ઉચ્ચારતા જણાવ્યું છે કે, વૈશ્વિક આર્થિક સૂચકાંક ઘણો જ અનુકૂળ છે, પરંતુ સાચી વાસ્તવિક્તા દર્શાવતા નથી. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દરના ટકાઉ હોવા અંગે ચિંતા વ્યક્ત કરાઈ છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં ચીનનો ઉલ્લેખ કરતા જણાવાયું છે કે, અહીં ૨૦૧૮માં વિકાસ દર ૬.૬ ટકા અને ૨૦૧૯માં ઘટીને ૬.૩ ટકા રહેવાનું અનુમાન છે. તેનું મુખ્ય કારણ ટ્રેડ વોરને જવાબદાર જણાવાઈ છે. સંયુક્ત રાષ્ટ્રથી પહેલા ઈન્ટરનેશનલ મોનિટરી ફંડે જણાવ્યું હતું કે, ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિ દર વર્ષ ૨૦૧૯માં ૭.૫ ટકા અને ૨૦૨૦માં ૭.૭ ટકા રહેશે. આ બે વર્ષ દરમિયાન ચીનની સરખામણીમાં ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિ દર એક ટકા વધારે રહેશે. ૨૦૧૯ અને ૨૦૨૦માં ચીનના અર્થતંત્રનો વૃદ્ધિ દર ૬.૨ ટકા રહેવાનું અનુમાન છે.

Related posts

ઈરાકમાં શ્રીલંકા જેવી સ્થિતિ સર્જાતા : ૨૦ના મોત

aapnugujarat

ઇરમા વાવાઝોડું ફ્લોરિડામાં ત્રાટક્યું : લાખો લોકો અંધારપટમાં

aapnugujarat

Gold mine attack in Burkina Faso, 20 died

aapnugujarat

Leave a Comment

UA-96247877-1