Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ ખાતે સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની ૪૨મી પુણ્યતિથીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

વિરમગામમાં માંડલ રોડ પર આવેલી બાપા સીતારામ મઢુલી ખાતે સંત શિરોમણી સદગુરૂ શ્રી બજરંગદાસ બાપાની ૪૨મી પુણ્યતિથી નિમિત્તે શુક્રવારે વહેલી સવારથી જ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. બાપા સિતારામ મઢુલીના ભક્તો દ્વારા બટુક ભોજન તથા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ૨૫૦૦થી વધુ બાળકો સહિત ચાર હજારથી વધુ લોકોએ બજરંગદાસ બાપાનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. વિરમગામ શહેરમાં આવેલી શાળોઓના વિદ્યાર્થીઓએ બાપા સિતારામ મઢુલીએ જઇને આશિર્વાદ મેળવ્યા હતા. પોષ વદ ચોથના દિવસે વિરમગામ ખાતે બજરંગદાસ બાપા ના ભક્તો દ્વારા દર વર્ષની જેમ પુણ્ય તિથીની ભક્તિભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામ ખાતે આયોજિક કાર્યક્રમને સફળ બનાવવા માટે ભીખાભાઇ બારડ, કાળુભાઇ ઠાકોર, કીશનભાઇ ઠાકોર, ભરતભાઇ દલવાડી, દલાભાઇ સહિના ભક્તોએ જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત વિરમગામ પંથકના વિવિધ ગામમાં આવેલ બાપા સિતારામ મઢુલીએ બટુક ભોજન, ધુન સહિતના કાર્યક્રમોની રમઝટ બોલાવવામાં આવી હતી.

વિરમગામમાં આવેલ બાપા સિતારમ મઢુલીના ભક્તઓએ જણાવ્યુ હતુ કે, વિરમગામ શહેરમાં અનેક ધાર્મિક સ્થાનો આવેલા છે અને વિરમગામમાં અવાર નવાર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. માંડલ રોડ પર આવેલ બાપા સિતારામ મઢુલી દ્વારા બજરંગદાસ બાપાની પુણ્યતિથી નિમિત્તે બટુક ભોજન તથા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેનો ચાર હજારથી વધુ ભક્તોએ લાભ લીધો હતો. વિરમગામ પંથકમાં અનેક સ્થાનો પર બજરંગદાસ બાપાની પુણ્યતિથીની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.

બજરંગદાસ બાપાની પુણ્યતિથીએ થયા સામાજિક સમરસતાના દર્શન

       બાપા સિતારામ મઢુલી પરીવાર દ્વારા શ્રી બજરંગદાસ બાપાની પુણ્યતિથી નિમિત્તે બટુક ભોજન તથા પ્રસાદના કાર્યક્રમમાં સામાજિક સમરસતાના દર્શન થયા હતા. બજરંગદાસ બાપાની પુણ્યતિથીએ આયોજિત કાર્યક્રમમાં ઉચ નીચ કે જ્ઞાતિજાતિના ભેદભાવ વગર બધા લોકો સહભાગી થયા હતા અને વિવિધ જ્ઞાતિ સમાજના બાળકોએ એક જ પંગતમાં બેસીને બજરંગદાસ બાપાનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને સામાજિક સમરસતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ.

તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

Related posts

લુણાવાડા તાલુકાના લુણાવાડા : ગઢ ગામમાં ૩ વાઘ દેખાયાનોે દાવો

aapnugujarat

शहर में हुए गड्ढे का तुरंत समाधान करे : गुजरात हाईकोर्ट

aapnugujarat

CM handovers another 164 Letters of Intent under CNG Sahbhaagi Yojana

editor

Leave a Comment

UA-96247877-1