Aapnu Gujarat
બિઝનેસ

સોનાનો ભાવ ૫૦ હજારની નજીક પહોંચશે

ગયા વર્ષે કોરોનાની એન્ટ્રીના થોડા સમયમાં જ સોનાનાં ભાવ આસમાને પહોંચ્યા હતાં. જોકે, ૨૦૨૧ની શરુઆતમાં કોરોનાના કેસો ઘટતાં જાણે ગોલ્ડના વળતા પાણી શરુ થયા હતા. ૬ જાન્યુઆરીએ ૧,૯૫૯ ડોલર પ્રતિ ઔંશની ઉંચાઈને આંબ્યા બાદ સોનું ૮ માર્ચે ૧,૬૭૬ ડોલર પ્રતિ ઔંશના તળીયે પહોંચી ગયું હતું. છેલ્લા કેટલાક મહિનાઓમાં સોનામાં જોરદાર વધઘટ જોવા મળી છે. જોકે, સ્પોટ ગોલ્ડે તેની તાજેતરની નીચલી સપાટીથી સાત ટકાનો સુધારો દર્શાવ્યો છે. તેવામાં હવે સવાલ એ છે કે શું એકાદ મહિનામાં જ સોનું ૫૦ હજાર રુપિયા પ્રતિ ૧૦ ગ્રામનું લેવલ તોડશે?
એમસીએક્સ ગોલ્ડ ફ્ચુયર્સ પણ ૬ જાન્યુઆરીના રોજ ૫૧,૮૭૫ પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચ્યો હતો, અને ૨૯ માર્ચે તેણે ૪૩,૩૨૦નો લૉ બનાવ્યો હતો. જોકે, પોતાના તાજેતરના તળીયાથી ઘરઆંગણે પણ સોનું ૧૧ ટકાનો સુધારો દર્શાવી ચૂક્યું છે. નબળો પડતો ડોલર અને અમેરિકાના દસ વર્ષના ટ્રેઝરી યીલ્ડમાં થયેલો ઘટાડો તેમજ દુનિયાના ઘણા દેશોમાં કોરોનાના વધતા કેસની સામે રસીકરણની ધીમી ઝડપને લીધે ફરી એકવાર સોનામાં આકર્ષણ જોવાઈ રહ્યું છે.
૧૦ વર્ષની ટ્રેઝરી યીલ્ડને પણ ઈન્વેસ્ટરના કોન્ફિડન્સના એક માનક તરીકે જોવાઈ રહી છે. જ્યારે કોન્ફિડન્સ હાઈ હોય ત્યારે ૧૦ વર્ષના બોન્ડની કિંમત ઘટે છે, અને તેના લીધે બોન્ડ યીલ્ડ વધે છે. રોકાણકારોને બોન્ડ કરતાં બીજે ક્યાંક નાણાં રોકીને વધુ વળતર મેળવી શકાય તેમ છે તેવું લાગતા તેઓ તેમાંથી રોકાણ પરત ખેંચી ગોલ્ડ જેવા ઈન્સ્ટ્રૂમેન્ટમાં રોકાણ કરે છે. તેનાથી વિરુદ્ધ રોકાણકારોનો કોન્ફિડન્સ ઓછો હોય ત્યારે બોન્ડની કિંમત વધે છે અને યીલ્ડ ઘટે છે. કારણકે આવા સમયે સેફ ઈન્વેસ્ટમેન્ટ વધુ ડિમાન્ડમાં હોય છે. હાલ ભારતમાં કોરોનાનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. દેશમાં દુનિયાના સૌથી વધુ ડેઈલી કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ, અમેરિકા અને યુરોપમાં ત્રીજો વેવ શરુ થવાની સંભાવનાઓ ઉભી થઈ છે. જ્યારે અનિશ્ચિતતાઓ વધુ હોય ત્યારે ગોલ્ડ હંમેશા વધે છે, અને હાલ તેની જે કિંમત ચાલી રહી છે તે વર્તમાન સ્થિતિને બિલકુલ અનુરુપ છે તેવું જાણકારોનું માનવું છે.
વૈશ્વિક અર્થતંત્રમાં માંડ રિકવરી આવી રહી હતી ત્યારે કોરોનાના બીજા અને ત્રીજા વેવના ડરે હવે રિકરવીનો રસ્તો મુશ્કેલ દેખાઈ રહ્યો છે. મધ્યસ્થ બેંકો અર્થતંત્રને પાટે ચઢાવવા દરેક સંભવ પ્રયાસ કરવાના વચન આપી રહી છે. તેવામાં આ સ્થિતિએ સોનું ઉપરને ઉપર જઈ રહ્યું છે. તેવામાં એકાદ મહિનામાં એમસીએક્સ ગોલ્ડ ફ્યૂચર ૫૦ હજાર રુપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચે તેવી પ્રબળ શક્યતા છે.

Related posts

નાણાંકીય ખાદ્ય ત્રણ ટકા રહેવાનો અંદાજ છે : સર્વે

aapnugujarat

બજારમાં નવો ઇતિહાસ : સેંસેક્સે ૩૬૦૦૦ની સપાટીને પણ કુદાવી

aapnugujarat

२१०० कंपनियों ने चुका दिए ८३००० करोड़ रुपये के बैंक लोन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1