Aapnu Gujarat
બ્લોગ

રફ એન્ડ ટફ જીવન જીવતા લોકોની રોગપ્રતિકાર શક્તિ વધુ સારી

કોરોના વાયરસની જુદા જુદા લોકો પર અસર પણ અલગ થાય છે, જેમાં અસરકર્તા પરિબળો જેમ કે, ઉંમર, જાતિ (સ્ત્રી/પુરુષ), અને ખાસ અસરકર્તા પરિબળ એટલે કે, લોકોની જીવનશૈલી અને ખોરાક જે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તે જ રીતે કોઈ દર્દીને પહેલેથી કોઈ બીમારી હોઈ તો વધુ ઘાતક નીવડે છે, સાથે કોરોનાને વધુ કે ઓછો કરવા પાછળ જીવનશૈલી અને આહાર મહત્વ ધરાવે છે. આ અંગેનો એક સર્વે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં નિમિષા પડારીયાએ કર્યો હતો.
કોરોનાગ્રસ્ત થયેલ લોકો ૭૨૦ લોકો પર સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે મુજબ સૌથી વધુ મધ્યમ ઉચ્ચ વર્ગના લોકો કોરોનાગ્રસ્ત ૭૦.૦૦% થયા હતા. નિમ્ન મધ્યમ વર્ગના ૨૫. ૭૫ % અને નિમ્ન વર્ગના ૪.૨૫ % કોરોના ગ્રસ્ત થયા. આમ આ સર્વે પરથી કહી શકાય કે, કોરોના થવામાં જીવનશૈલી અને ખોરાક પણ અસર કરે છે.
સલ્મ વિસ્તારના લોકો જે રફ એન્ડ ટફ જિંદગી જીવે જેથી તેની રોગ પ્રતિકારકશક્તિ ખૂબ સારી હોય છે જેનું પરિણામ આપણને આ મહામારીમાં અને સર્વેમાં જોવા મળી રહ્યું છે. તે લોકો સૌથી ઓછા કોરોનાનો ભોગ બન્યા જેનું કારણ તેની જીવનશૈલી અને ખોરાક મહત્વના છે જ્યારે મધ્યમ અને ઉચ્ચ વર્ગના લોકો કોરોનાનો ભોગ વધુ બન્યા તે પાછળ તેની ફૂડ હેબીટ જવાબદાર છે. સાથે જીવનશૈલી પણ એટલી જ જવાબદાર છે. જેમાં સૌથી વધુ આર.ઓ. પ્લાન્ટ વાળા પાણીઃકે જે પાણીમાં ક્ષારની સાથે ઘણા કુદરતી મિનરલ નાશ પામે છે , જંકફૂડ, ઓછો શારીરિક શ્રમ, જવાબદાર છે. મિનરલ વોટરમાં કેટલીય જોખમી ધાતુઓ ભળેલી હોય છે જેવી કે : આયર્ન , ઝિંક , ક્રોમિયમ , મેંગેનીઝ અને કોપર જેવી ધાતુઓ. તે શરીર માટે જરૂરી છે , પણ બહુ થોડા પ્રમાણમાં . લીડ મરક્યુરી , આર્સેનિક , એલ્યુમિનિયમ અને બેરિયમ તો બિલકુલ ન ચાલે . લીડની ઝેરી અસરથી કિડની બગડી શકે છે . આર્સેનિકથી કેન્સર થઈ શકે છે . મરક્યુરીથી ન્યૂરોલોજિકલ બીમારીઓ અને ગર્ભના વિકાસ પર અસર થઈ શકે છે . વધુ પડતા એલ્યુમિનિયમથી ગાંડપણ આવી શકે છે . તેમજ સતત મિનરલ પાણી પીવાથી બ્લડ પ્રેશર, અસ્થમા, ડાયાબિટિસ અને હૃદયરોગ જેવા ગંભીર રોગ થઇ શકે છે. જ્યારે આરઓનું પાણી પીવાથી હાડકાં અને આંતરડાના રોગ લાગું પડી શકે છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે ફિલ્ટર કરેલું પાણી કદી બાળકોને પીવા માટે આપવું નહીં , કારણ કે તેમાં રહેલા સીસાનું પ્રમાણ બાળકોના મગજને નુકસાન પહોંચાડે છે .
મધ્યમ ઉચ્ચ વર્ગના લોકો જેમ જેમ ઔદ્યોગિકરણ થતું ગયું તેમ કુદરતનું સાનિધ્ય ગુમાવ્યુ. મશીનો અને ઉપકરણોથી ઘેરાઇને , શ્રમ કરવાનું બંધ કરી દીધું. કુદરતી ખોરાકનો ત્યાગ કરી બિનકુદરતી આહાર વધુ ને વધુ લેવા માંડયો. પૈસા વધતાં ખોરાકમાં વધુ મોંઘા એવા તૈલી આહારનું પ્રમાણ પણ વધવા માંડયું ખોરાક અસંતુલિત થઇ ગયો. શહેરી જીવનની ભાગદોડ અને ધમાલ વધવા લાગ્યાં . માનસિક શાંતિ ઘટવા લાગી ; માનસિક શાંતિ મેળવવા વધુને વધુ ભોગ તથા વ્યસનો તરફ માણસ ખેંચાયને ધંધાની હરિફાઇમાં ટકી રહેવા અનેક ખોટા રસ્તાઓ અપનાવ્યા પરિણામે ઝગડા , ઇર્ષ્યા , સ્વાર્થ અને તિરસ્કાર વધતા ગયા. આ બધાનું પરિણામ એ આવ્યું કે, જાતજાતના રોગો પણ વધ્યા. જીવન શૈલી બિનઆરોગ્યપ્રદ થવાથી હૃદયરોગ , ડાયાબિટીસ , હાઇબ્લડપ્રેશર અને મનોશારીરિક બીમારીઓનું પ્રમાણ વધ્યું. નિમ્ન વર્ગના લોકો પોતાની રફ એન્ડ ટફ જીવનશૈલી જીવે છે માટે કેટલીક બાબતો તેમને અસર કરતી નથી અથવા તેઓ મનમાં લેતા નથી એવું કહી શકાય.

Related posts

“सचिन बताएं उनके लिए धन बड़ा या देश, होगा उनके खिलाफ प्रदर्शन”

editor

MORNING TWEET

aapnugujarat

દહીંની કિંમત.. અચુકથી વાંચજો..!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1