Aapnu Gujarat
ટેકનોલોજી

કોરોના સામે લડવા ગૂગલ ભારતને રૂ. ૧૩૫ કરોડ આપશે

દેશભરમાં કોરોનાના સંકટને કારણે ગુગલનાસુંદર પિચાઇ મદદ માટે આગળ આવ્યા છે. તેમણે હાલની ભરાતની સ્થિતિને જોતા જ ૧૩૫ કરોડ રૂપિયા રાહત ફંડમાં આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નડેલાએ પણ મદદ માટે હાથ લંબાવ્યો છે. નડેલાએ કહ્યુ કે અમારી કંપની ભારતને રાહત આપવા પ્રયાસ કરશે. આ સિવાય ઓક્સીજનના સાધનો ખરીદવા મદદ કરશે.
ગૂગલના સીઈઓ સુંદર પિચાઇએ યુનિસેફ અને ગેટ ઇન્ડિયાને દાન માટે ૧૩૫ કરોડ રૂપિયાના રાહત ફંડની જાહેરાત કરી છે. આ સાથે તેમણે કહ્યું હતું કે ગૂગલ અને તેની ટીમ મેડિકલ સપ્લાય કરશે. આ સાથે, ઉચ્ચ સંસ્થાઓ જે જોખમકારક સમુદાયને મદદ મદદ કરશે.
પિચાઈએ એક બ્લોગ પોસ્ટ શેર કરી છે, જેમાં કંપની ભારતને ગંભીર પરિસ્થિતિમાંથી બહાર કાઢવાના પ્રયાસો વિશે વિગતવાર જણાવી રહી છે. કંપનીના વડા અને વી.પી. સંજય ગુપ્તાએ સહી કરેલી બ્લોગ પોસ્ટમાં, ૧૩૫ કરોડના ભંડોળમાં ર્ય્ર્ખ્તઙ્મીર્.ખ્તિના બે ગ્રેન શામેલ છે, જેની કુલ કિંમત ૨૦ કરોડ રૂપિયા છે.
આ પહેલા રોજબરોજના ખરચાઓને પહોંચી વળવા માટે તેમજ પીડિતોના પરીવારને સહયતા પહોંચાડવાનો પ્રયાસ હાથ ધરાશે. આ સિવાય બીજી સહાય યુનિસેફને જશે જે ઓક્સીજનની અને ટેસ્ટ માટેના સાધનોની પૂર્તિ કરી રહ્યા છે. હાલમાં ભારતને તેમની ખાસ જરૂર છે.
સત્યા નડેલાએ ટ્‌વીટ કરીને કહ્યુ કે ભારતની હાલની સ્થિતિ જોતા ખુબજ દુઃખ થાય છે. હું આભાર માની રહ્યો છુ કે અમેરિકી સરકાર મદદ કરવામાં આગળ આવી છે. માઇક્રોસોફટ રાહત માટે બનતા બધાજ પ્રયાસ કરશે. ટેકનોલોજીની સહાયથી કોરોના સામે લડઇ જીતવામાં આપણે સફળ રહીશુ.

Related posts

भारत सरकार ने ब्लॉक किए 43 मोबाइल ऐप

editor

ટિ્‌વટરે કાયદાને માનવો જ પડશે : નવા આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ

editor

પોતાના લાભ માટે તમારી જાસૂસી કરી રહ્યું છે ગૂગલ

editor

Leave a Comment

UA-96247877-1