Aapnu Gujarat
ટેકનોલોજી

ટિ્‌વટરે કાયદાને માનવો જ પડશે : નવા આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના વિસ્તાર પછી જે મંત્રીઓને નવી જવાબદારી મળી છે તેમણે પોતાનો કાર્યભાર સંભાળવાનો શરુ કરી દીધો છે. દેશના નવા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કામકાજ સંભાળતા જ ટિ્‌વટરને આકરો સંદેશ પાઠવ્યો છે.
ટિ્‌વટરની મનમાની અને નવા આઇટી નિયમોનું પાલન ન કરવાને લઈને અશ્વિની વૈષ્ણવે ચેતવણી આપતા જણાવ્યું હતું કે દેશનો કાયદો સર્વોચ્ચ છે, બધાએ તેને માનવો પડશે. ટિ્‌વટરે પણ નિયમોનું પાલન કરવું પડશે. ટિ્‌વટર પર ભારત સરકારની ચેતવણીઓની કોઈ અસર નથી. ફરિયાદ અધિકારીની નિમણૂકને લઈને ટિ્‌વટર તારીખ પર તારીખ આપી રહ્યું છે, પરંતુ નિમણૂક કરી રહ્યું નથી. જાે કે દિલ્હી હાઇકોર્ટમાં તેણે નવા ફરિયાદ અધિકારીની નિમણૂક કરવાની ખાતરી આપી છે.
નવા આઇટી કાયદા લાગુ થયા પછી અમેરિકાની માઇક્રોબ્લોગિંગ સાઇટ ટિ્‌વટરે નિયમ મુજબ ફરિયાદ અધિકારીની નિમણૂક કરી હતી, પરંતુ ગયા મહિને જ ૨૭મી જુને વચગાળાના ફરિયાદ અધિકારી ધર્મેન્દ્ર ચતુરે પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું છે. તેના પછી ટિ્‌વટરને નવા ફરિયાદ અધિકારીની તલાશ છે.

Related posts

जियो से Non-जियो नेटवर्क पर फिर से मिलेगी फ्री अनलिमिटेड कॉलिंग

editor

ટિ્‌વટરે કોંગ્રેસનું સત્તાવાર અકાઉન્ટ લોક કર્યું

editor

ટ્‌વીટરે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ દેશ તરીકે દર્શાવ્યા

editor

Leave a Comment

UA-96247877-1