Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં સ્લેબ પડતા બે બાળકોનાં નિપજ્યાં મોત

સુરતમાં મોડી રાત્રે ખુબ જ કરૂણ ઘટના બની હતી. ઉધના વિસ્તારના એક જર્જરિત મકાનનો સ્લેબ તુટી પડતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સ્લેબ નીચે દબાઇ જવાનાં કારણે બે બાળકોનાં કરૂણ મોત નિપજ્યાં હતા. જ્યારે તેના માતા પિતાનો ચમત્કારિક બચાવ થયો હતો. ઉઘનામાં એક મકાનમાં રહેતા ચાર લોકોનાં પરિવાર પર સ્લેબ પડ્યાની ઘટના અંગે માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગ તત્કાલ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. તમામને રેસક્યું કરીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેના માતા પિતાની તબિયત સ્થિર છે. જ્યારે અન્ય બે બાળકોનાં કરૂણ મોત નિપજ્યાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલાથી જ કોરોના સામે જજુમી રહેલા સુરતમાં વધારે એક દુખદ ઘટના બની છે. ઉધના વિસ્તારમાં આવેલા અંબર નગર ખાતે એક એવી ઘટના સામે આવી જેના કારણે સમગ્ર વિસ્તારનાં લોકો સાથે ફાયર વિભાગ અને તંત્ર પણ મોડી રાત્રે દોડતું થઇ ગયું હતું. એક મકાનમાં ચાર લોકોનું પરિવાર સાથે રહેતા હતા. નરેશ ગોલીવાડનાં ગ્રાઉન્ડ સાથે બે માળના મકાનમાં મોડી રાત્રે લગભગ રાત્રીના પોણાબાર વાગ્યે ધડાકાભેર સ્લેબ ધરાશાઇ થયો હતો.
જો કે જોરદાર અવાજ આવતા પાડોશીઓ દોડી આવ્યા હતા. ફાયર વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમે તત્કાલ રેસક્યું શરૂ કર્યું હતુ. કાટમાળ નીચે દટાયેલા ચાર વ્યક્તિઓને બહાર કાઢી અને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જો કે આ ઘટનામાં જમીન પર સુતેલા બે માસુમ બાળકોનાં દુખદ મોત નિપજ્યાં હતા. જેના કારણે પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.

Related posts

Gujarat BJP : ગાંધીનગર ખાતે ‘પેજસમિતિ મહાસંપર્ક અભિયાન’ કાર્યક્રમ યોજાયો

editor

પ્રાંતિજમાં ૩૦ ઈસમો સહિત ૧૦૦ માણસો ના ટોળા વિરૂધ્ધ ગુનો નોધાયો

editor

नये निर्माणकाम के मूल्यांकन में म्युनि.टैक्स के घोटाले : सूत्र

aapnugujarat

Leave a Comment

UA-96247877-1