Aapnu Gujarat
ગુજરાત

કૃષ્ણનગરી દ્વારકામાં ૩૦ એપ્રિલ સુધી બજારો બંધ

કોરોના મહામારીમાં કૃષ્ણનગરી દ્વારકામાં આજથી લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે. દ્વારકામાં કોરોના કેસો વધવાને કારણે સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્ર સાથેની મીટિંગ બાદ વેપારીઓએ યાત્રાધામ દ્વારકામાં આજથી લોકડાઉન નિયમ અમલી બનાવ્યો છે. અને ૨૨ થી ૩૦ એપ્રિલ સુધી તમામ બજારો રહેશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.
રાજ્યમાં અગાઉ પણ અનેક નગરપાલિકાઓ અને તાલુકાઓ અને ગામ પંચાયતો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. કોરોનાની ચેઈન તોડવા માટે હાલ લોકો લોકડાઉનને જ ઉપાય જણાવી રહી છે. દ્વારકા ઉપરાંત અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકામાં પણ આઠ દિવસ માટે સ્વયંભૂ સજ્જડ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત સાણંદ તાલુકાના ૪૧ ગામો જ્યારે બાવળાના ૬ ગામોએ હાલ સ્વૈચ્છિક લોકડાઉનની તૈયારીઓ કરી છે. સાણંદના ધારાસભ્ય કનુભાઇ પટેલે ગામના આગેવાનોને સમજાવી તેઓને લોકડાઉન માટે તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ ભુજ તાલુકાના સુખપર ગામમાં પણ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આમ હાલ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વકરી રહ્યો છે. અને કોરોનાની ચેઈન તોડવા માટે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી રહી છે.

Related posts

ગોધરામાં બાઈક ચોરીનો આરોપી ફરાર

editor

अहमदाबाद में भी भारी तबाही चारों तरफ जलभराव की स्थिति

aapnugujarat

દિયોદરના લુદ્રા ગામમાં રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરનું સન્માન કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1