Aapnu Gujarat
Uncategorized

અમદાવાદમાં ઠેર-ઠેર સ્વયંભૂ લોકડાઉન

કોરોના મહામારીને લઈને વેપારીઓ ઠેર-ઠેર સ્વયંભૂ લોકડાઉન પાળી રહ્યાં છે. ત્યારે અમદાવાદ પૂર્વના ટાઇલ્સ અને સેનેટરી સામાન સાથે જોડાયેલા વેપારીઓ અને પથ્થર કટિંગ અને વેચાણ સાથે જોડાયેલા વેપારીઓએ શો રૂમ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તારીખ ૨૦ એપ્રિલના રોજથી તારીખ ૧ જૂન સુધી દુકાન અને શોરૂમમાં બંધ રાખવાનું નક્કી કર્યું છે. રવિવારે ટાઇલ્સના શોરૂમ અને દુકાન બંધ રાખવાનો સ્વયંભૂ નિર્ણય જાહેર કર્યો છે.ઉલ્લેખનીય છે કે, બીજી બાજુ બનાસકાંઠાના પાલનપુરમાં ૨૩ એપ્રિલથી ૨૭ એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. મંગળવારે ૪ વાગ્યા બાદ પાલનપુર બજાર સદંતર બંધ રહેશે. આ અંગે વહીવટી તંત્ર અને પાલનપુર વેપારી એસોસિએશન મંડળે નિર્ણય કર્યો હતો.૨ દિવસ સુધી ગામડાઓમાં પુરવઠાનો અને અન્ય જથ્થો ખરીદવાના સૂચનો આપવામાં આવ્યા હતા. ૨ દિવસ બાદ ગામડાના લોકો શહેરમાં પ્રવેશ ન કરે તેના પર પણ ભાર મુકાયો હતો. ૧૦ દિવસ સુધી ધાર્મિક અને સામાજિક પ્રસંગો પણ બંધ રહેશે. તલાટીઓને પણ તંત્રના આદેશનો કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે. જો નિયમોનો ભંગ થશે તો તલાટીઓ સામે પણ કાર્યવાહી કરાશે.મહેસાણા ટાઉન હોલ ખાતે કોરોનાના સંક્રમણને લઈને નિર્ણય લેવાયો છે. મહેસાણા શહેરનું બજાર આગામી ૧૧ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહેસાણા શહેરનું બજાર ૨ મેં સુધી સંપુર્ણ બંધ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૨૨ એપ્રિલથી મહેસાણા શહેરનું બજાર બંધ રાખવામાં આવશે.૨૧ એપ્રિલના રોજ મહેસાણા શહેરના બજારો સંપૂર્ણ દિવસ ચાલુ રહેશે. મહેસાણા શહેરના ટાઉન હોલ ખાતે આજરોજ વેપારી અને મંત્રીની બેઠકમાં આ પ્રકારનો નિર્ણય લેવાયો છે. મહેસાણા શહેરનું બજાર સ્વૈચ્છિક બંધ રહેશે. કોરોનાનું સકમણ અટકાવવા વેપારીઓ દ્વારા નિર્ણય લેવાયો છે.

Related posts

‘RRR’ જુનિયર NTRનું વ્રત: ૨૧ દિવસ ઉધાડા પગે રહેશે, સાત્વિક ભોજન જમશે અને બ્રહ્મચર્યનું પાલન કરશે

aapnugujarat

ભાજપ અનુ. જાતિ મોરચાનાં પ્રદેશ મહામંત્રી વિક્રમ ચૌહાણ બે દિવસ સૌરાષ્ટ્રની મુલાકાત લેશે

editor

શિક્ષણ મંત્રીશ્રી જીતુ વાઘાણીના હસ્તે નવીન સ્કૂલનું લોકાર્પણ

editor

Leave a Comment

UA-96247877-1