Aapnu Gujarat
ગુજરાત

ઈમ્યૂનિટી વધારતાં લીંબુ, આદુ, નારિયેળ અને સંતરાની માગમાં વધારો

કોરોનાના હાહાકાર વચ્ચે સંક્રમણથી બચવા માટે લોકો ઘરેલું ઉપચાર કરી રહ્યા છે. ઉકાળો, લીંબુનું શરબત, નારિયેળ પાણી, હળદર-આદુ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરવાની સલાહ લોકો એકબીજાને સો.મીડિયા પર આપી રહ્યા છે. જેના કારણે બજારોમાં લીંબુ, આદુ, નારિયેળ પાણી અને સંતરાની માગમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે.
લીંબુ અને સંતરામાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોવાથી ડોક્ટરો પણ કોરોનાના સંક્રમણથી સુરક્ષિત રહેવા માટે તેનું બને એટલા વધારે પ્રમાણમાં સેવન કરવાની સલાહ આપી રહ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે શું કરવું અને શું ન કરવું તે પણ પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે અને તેથી જ તેઓ સ્વરક્ષણ અને કુંટુંબના સભ્યોની સુખાકારી માટે અલગ-અલગ નુસખા અપનાવી રહ્યા છે. હોમિયોપેથી અને આયુર્વેદના નિષ્ણાતોની સલાહ-સૂચનો પણ લોકો અમલમાં મૂકી રહ્યા છે.
લીંબુનું શરબત, આદુ-હળદર-તુલસી-કાળા મરી નાખીને બનાવેલો ઉકાલો, સંતરાનો જ્યૂસ પીને ઈમ્યૂનિટી વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સિવાય આ ઘરેલુ ઉપચારની કોઈ આડઅસર પણ નથી થતી.
આ સિવાય મહામારી દરમિયાન લોકોમાં સૂર્યનમસ્કાર કરવાનો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે. જેથી કરીને તેઓ કુદરતી રીતે સૂર્યના સીધા તાપથી વિટામિન સી મેળવી શકે. બીજી તરફ અનેક મેડિકલ પર વિટામિન સીની દવાઓ ખૂટી પડી હોવાનું પણ સામે આવ્યું છે.
ખાસ કરીને, હોસ્પિટલમાં આવેસી મેડિકલ શોપમાં આ દવાઓની અછત ઝડપથી સર્જાય છે. જો કે, દુકાનદારો હવે વધારે પ્રમાણમાં તે દવા ઓર્ડર કરી રહ્યા છે. જેથી, માગને પહોંચી વળાય.

Related posts

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા વિરુદ્ધમાં કોંગ્રેસ દ્વારા રેલી

editor

૭ ડિસેમ્‍બરે સશસ્‍ત્ર સેના ધ્‍વજદિનની ઉજવણી કરાશે :  શુરવીર સૈનિકો અને તેમના પરિવાજનોને ઉદાર હાથે ફાળો આપવા  વડોદરાના કલેકટર પી.ભારતીની અપીલ

aapnugujarat

૧૫ ઓગસ્ટથી ભાજપ સભ્યવૃદ્ધિ અભિયાન ચાલશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1