Aapnu Gujarat
ગુજરાત

કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર ત્રણ દિવસ બંધ

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત વિશ્વના એકમાત્ર કુબેર ભંડારી મંદિર તારીખ ૧૦ એપ્રિલથી ૧૨ એપ્રિલ સુધી ત્રણ દિવસ બંધ રહેશે. વડોદરા શહેર-જિલ્લામાં કોરોના મહામારીનું સંક્રમણ ઉતરોતર વધી રહ્યું છે, તેને ધ્યાનમાં રાખીને કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટની તાકીદની વિડિયો કોન્ફરન્સથી બેઠક મળી કરી હતી.
ઓનલાઇન દર્શન ચાલુ રાખવામાં આવ્યા છે આ બેઠક અંગે કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટના વ્યવસ્થાપક રજનીભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી ટ્રસ્ટ તરફથી સ્વૈચ્છિક રીતે નિર્ણય લેવામાં આવ્યો છે કે, તારીખ ૧૦, ૧૧ અને ૧૨ એમ ત્રણ દિવસ વિશ્વનું એકમાત્ર કુબેર ભંડારી મંદિર બંધ રાખવામાં આવશે. સંક્રમણ વધે નહીં અને ભક્તોના હિતને ધ્યાનમાં રાખી લોક હિતમાં આ નિર્ણય કર્યો છે. કુબેર ભંડારીના દર્શન ઓનલાઇન ચાલુ રાખવામાં આવ્યા છે, જેની ભક્તોએ નોંધ લેવા વિનંતી છે.
વડોદરાના દવા વિક્રેતાઓને કોરોનાની સારવાર માટે મહત્વના ગણાતા રેમડેસિવીર ઇન્જેક્શનના ૫૪૬૨ નંગ પૂરા પાડવામાં આવ્યા છે. આ જાણકારી રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવને તંત્ર દ્વારા આપવામાં આવી હતી.

Related posts

આરોગ્ય સેવાને એકબીજાની સાથે જોડી દેવા માટે જરૂર છે : અમદાવાદ એસજીવીપીમાં મોદીનું સંબોધન

aapnugujarat

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ

editor

દમણમાં પત્નીની હત્યા કરી પતિએ આપઘાત કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1