Aapnu Gujarat
રમતગમત

અન્નુરાજ સિંહ અને ગગન નારંગ ટૂંક સમયમાં લગ્ન કરશે

વર્ષ ૨૦૧૨ લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારા રાઈફલ શૂટર ગગન નારંગ અને વર્ષ ૨૦૧૦ના કોમનવેલ્થ ગેમમાં ગોલ્ડ મેડલ જીતનારા પિસ્તોલ શૂટર અન્નુરાજ સિંહ આ મહિનાના અંત સુધીમાં લગ્ન કરશે. ગગન અને અન્નુ ૨૦ વર્ષથી એક બીજાને ઓળખે છે અને ૨૦ વર્ષમાં બંનેએ અલગ અલગ ટૂર્નામેન્ટ દરમિયાન ભારતીય શૂટિંગ ટીમમાં ભાગ લઈ ચૂક્યા છે. અન્નુએ જણાવ્યું, અમે વર્ષ ૨૦૦૨થી ટીમના સાથી છીએ અને ત્યારથી અમે મિત્ર છીએ. ઘણા લાંબા સમયથી અમે એક સાથે છીએ અને એકબીજાના ઉતાર ચઢાવ દરમિયાન પણ સાથે રહ્યા છીએ. સમયની સાથે અમારો સંબંધ સારો રહ્યો અને અમે લગ્ન કરવાનું નક્કી કર્યું. ગગન નારંગે જણાવ્યું, મારી માતાને અન્નુ પસંદ છે અને તેમના માતાપિતા પણ મને પસંદ કરે છે. કોરોના મહામારી દરમિયાન તેમણે ઘણો સમય પરિવાર સાથે પસાર કર્યો હતો. ત્યારબાદ લગ્નનો નિર્ણય કર્યો હતો. અન્નુ અને ગગન બંનેએ ઓલિમ્પિક સહિત અનેક આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે.

Related posts

इस बार खिताब जीतने का बेहतरीन मौका : मॉर्गन

aapnugujarat

विराट कोहली वनडे में बना सकते हैं 75-80 शतक : वसीम जाफर

aapnugujarat

दूसरे वनडे से बाहर हुए पंत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1