Aapnu Gujarat
Uncategorized

ધોરાજીના ભૂતવડમા ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માં રોષ

ધોરાજીથી અમારા સંવાદદાતા કૌશલ સોલંકી જણાવે છે કે, લોક ડાઉન અતિ વૃષ્ટિ જેવી આફતો નું સામનો કર્યા બાદ ખેડૂતો એ સારા એવા ભાવ ની આશાએ ડુંગળી નું વાવેતર કર્યું હતું .ડુંગળીના ભાવ ગગડતા ભૂતવડ ગામ ખેડૂતો નું સરકાર ને જગાડવા નવતર અભિગમ હાથ ધર્યો હતો.ડુંગળી ના ખેતર માં બેસી અને ખેડૂતો એ ગુજરાત ના મુખ્ય મંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો હતો અને ટેકાના ભાવે ડુંગળી ની ખરીદી શરૂ કરવા ની માંગ કરી હતી.
ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, થોડા દિવસ અગાઉ ડુંગળી ના 600 રૂપિયા એક મણ નો ભાવ મળતો હતો. ભાવ ગગડી ને હાલ માં એક મણ ના 120 રૂપિયા મળી રહ્યા છે.આ ભાવમાં વાવેતર ના સમયે કરેલ ખર્ચ પણ નીકળી શકે એમ નથી.જેને કારણે ખેડૂતો ની દિવસે ને દિવસે સ્થિતિ કફોડી બની રહી હોવાનું જણાવ્યું હતું.

Related posts

જુનાગઢની મેડિકલ કોલેજનાં ડીન સુરેશ રાઠોડ પર હુમલા સંદર્ભે આવેદનપત્ર અપાયું

aapnugujarat

ગજબની એવી વસ્તુઓ છે જે પાણીની અંદરથી મળી આવી- જુઓ વિડિયો

aapnugujarat

ભગતસિંહ ક્રાંતિદળ દ્વારા કલ્પસર પરી યોજનાનો તાત્કાલિક ધોરણે અમલ કરવાની માંગ સાથે આવેદન

editor

Leave a Comment

UA-96247877-1