Aapnu Gujarat
Uncategorized

શહેરામા ભાજપનો પ્રચંડ વિજય

પંચમહાલથી અમારા સંવાદદાતા વિજયસિંહ સોલંકી જણાવે છે કે, પંચમહાલ જીલ્લામાં આજે સ્થાનિક સ્વરાજની ચુટણીને લઈને મતગણતરી હાથ ધરવામા આવી છે. શહેરાની કાંકરી ખાતે આવેલી મોડેલ શાળામાં ઉભા કરવા આવેલા મતગણતરીમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરુ કરવામાં આવી હતી. આ વખતે પણ ભાજપે શહેરા તાલુકા પંચાયતની સીટ પર કબજો કર્યો છે. જેમાં ૧૯ સીટોની મતગણતરી પૈકી ૧૭ સીટો ભાજપ અને એક કોંગ્રેસ અને એક અપક્ષના ફાળે ગઈ છે. આમ જોતા કુલ ભાજપે ૨૮ સીટો પર કબજો મેળવ્યો છે. શહેરા તાલુકાની પંચાયત પર ભાજપે ફરી કબજો કરવામા સફલતા મેળવી છે. શહેરા ખાતે કાકંરી મોડેલ શાળામા મતગણતરી હાથ ધરવામાં આવી હતી.સાથે ઉમેદવારો પણ વિજેતા ટેકેદારો સાથે હાજર રહ્યા હતા.જેમ જેમ પરિણામ આવતુ જતુ હતુ તેમ તેમ ઉમેદવારોમાં ઉન્માદ વધતો જતો હતો.શહેરા તાલુકા અને જીલ્લા પંચાયતની બેઠકોની વાત કરવામાં આવે તો જેમાં શહેરા તાલુકા પંચાયતની ૧૯ બેઠકોનુ મતદાન હાથ ધરવામા આવ્યુ હતુ.૧૧ બેઠકો બિન હરીફ થઈ હતી. જીલ્લા પંચાયતની ૪ બેઠકો પર મતદાન હાથ ધરવામા આવ્યુ હતુ. કુલ ૭ બેઠકો માથી ૩ બેઠકો બિન હરીફ જાહેર થઈ હતી. શહેરા તાલુકા પચાંયતમાથી ૧૯ બેઠકોની મતગણતરી હાથ ધરવમા આવી હતી .જેમાથી ૧૭ બેઠકો ભાજપને ફાળે તેમજ ૧ બેઠક કોંગ્રેસ તેમજ ૧ બેઠક અપક્ષને ફાળે ગઈ હતી. વિજેતા ઉમેદવારોને તેમના સર્મથકો દ્વારા હાર પહેરાવામા આવ્યા હતા. જીલ્લા પંચાયતની તમામ બેઠકો પર ભાજપે કબજો કરી લીઘો છે. કોંગ્રેસને લોકોએ જાકારો આપ્યો છે.

Related posts

‘’હું માનવસેવાની મારી ફરજ ચૂંકું તો મારી માનવતા લાજે’’- વાસંતીબેન

editor

INX Media case : CBI files chargesheet against 14 people including P. Chidambaram, karti

aapnugujarat

દિલ્હીની આપ સરકારે ઇલેક્ટ્રીક વ્હીકલ પૉલીસી લોન્ચ કરી

editor

Leave a Comment

UA-96247877-1