Aapnu Gujarat
Uncategorized

દેશ અને ગુજરાત વિકાસની તરફ વધી રહ્યું છે ત્યારે હજી અમુક ગામોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ

રાજકોટથી અમારા સંવાદદાતા કૌશલ સોલંકી જણાવે છે કે,રાજકોટ જિલ્લા ના ધોરાજી નું ઉદકીયા ગામ પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે છે, ધોરાજી થી 15 કિલોમીટર દૂર આવેલ આ ગામ માં પ્રાથમિક સુવિધા ના નામે ખાસ કાંઈ જાજુ મળ્યું નથી, ગામ ની અંદર પ્રવેશતા જ રોડ અને રસ્તા ની હાલત ખુબજ દયનિય છે મોટા વાહનો તો ઠીક પરંતુ ટુ વિહિલર ચલાવવા માં પણ મુશ્કેલી પડે છે, સફાઈ ની વાત કરીયે ઓ અહીં સફાઈ ના નામે સાવ મીંડું છે, જાય સફાઈ નો અભાવ હોય ત્યાં આરોગ્ય ની બાબતે પણ ખુબજ પરિસ્થિતિ નબળી છે અહીં આરોગ્ય ની કોઈ સુવિધા જ નથી, જેને લઈ ને ગામ લોકો ને ખુબજ પરેશાન થવું પડે છે એક તરફ રોડ રસ્તા ની હાલત ખરાબ છે ગામ માં પ્રાથમિક આરોગ્ય ની સુવિધા નથી ત્યારે લોકો ને દવા લેવા માટે ધોરાજી સુધી જવું પડે છે ત્યારે ઇમર્જન્સી માં લોકો ને હોસ્પિટલે પોહોચવા માં પણ પારાવાર મુશ્કેલી પડે છે ત્યારે સાથે ગામ ના બાળકો ની અભ્યાસ ની વાત કરવા માં આવે તો અહીં જે શાળા આવેલ છે ત્યાં પણ પૂરતી સુવિધા નથી પ્રાથમિક શિક્ષણ મેળવા માટે પણ ગામ થી બીજા ગામ જવું પડે છે

Related posts

માધવપુર ઘેડમાં ભવ્ય મેળાની શરૂઆત : શ્રદ્ધાળુઓ ઉમટ્યા

aapnugujarat

राजकोट ट्राफिक पीएसआई और वोर्डन शराब की बोतल के साथ गिरफ्तार

aapnugujarat

વિસાવદરમાં માતાએ ચાર સંતાનો સાથે આપઘાત કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1