Aapnu Gujarat
Uncategorized

ડભોઇની ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલ પાસે નસવાડી લાવાકોઈ ટેકરાના બે સગા ભાઈઓનું અકસ્માતે મૃત્યુ

ડભોઇથી અમારા સંવાદદાતા વિકાસ ચતુર્વેદી જણાવે છે કે, એક ભાઈનું સ્થળ પર જ મોત જ્યારે બીજા ભાઈ નું સારવાર દરમ્યાન મૃત્યુ થતા પરિવાર આક્રંદમાં ગરકાવ થયો હતો.

     ડભોઇ વડોદરા ધોરીમાર્ગ પર ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલ સામે એક ટ્રેક્ટરના ચાલક દ્વારા બેફામ રીતે હંકારતા વડોદરા થી મોબાઈલ રીપેરીંગ કરાવી પરત ફરતા નસવાડીના લાવાકોઈ ટેકરી હરિયાણા શૈલેષ ભાઈ રાયસીંગભાઈ રાઠવા તથા રાકેશ ભાઈ રાયસીંગભાઈ રાઠવા,જેઓ પોતાની મોટરસાયકલ સહીત ને ગંભીર રીતે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં રાકેશભાઈ રાઠવા અને શૈલેષ રાઠવા ને માથાના ભાગે મોઢાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ આવતા રાકેશભાઈ રાઠવાનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે શૈલેષભાઇ ને 108 દ્વારા ડભોઇ રેફરલ હોસ્પિટલ લઈ જવાતા તેઓનું સારવાર દરમિયાન મરણ પામ્યું હતું તેમજ તેઓની મોટરસાયકલ ના પણ આગળના ભાગેથી ફુર્ચા ઉડી જવા પામ્યા હતા.

    ડભોઇ પોલીસે રાયસીંગભાઈ ધોળજીભાઈ રાઠવા ની ફરિયાદ આધારે ઘટના સ્થળ સ્થિતિનું જાત નિરીક્ષણ અને પંક્યાસ કરી અકસ્માત નોત્રી નાસી છુટેલ ટ્રેક્ટર ચાલક ને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી.

Related posts

આજોઠાનાં ખેડૂતે પ્રથમવાર ખારેકનું વાવેતર કરી સૌપ્રથમ ખારેક સોમનાથ મહાદેવને અર્પણ કરી

aapnugujarat

‘પદ્માવત’નાં વિરોધમાં રાજ્યમાં ચક્કાજામ, મોરબીમાં ફિલ્મ રિલીઝ પર ગ્રહણ

aapnugujarat

અમદાવાદમાં અંતિમ સંસ્કાર માટે લાગી લાઈનો

editor

Leave a Comment

UA-96247877-1