Aapnu Gujarat
Uncategorized

‘પદ્માવત’નાં વિરોધમાં રાજ્યમાં ચક્કાજામ, મોરબીમાં ફિલ્મ રિલીઝ પર ગ્રહણ

સુપ્રીમ કોર્ટે વિવાદોમાં ફસાયેલી સંજય લીલા ભણસાળીની ફિલ્મ ‘પદ્માવત’ની રિલીઝને લીલી ઝંડી આપી દીધી છે પરંતુ કોર્ટનાં આ નિર્ણયનો ગુજરાતનાં અલગ-અલગ શહેરોમાં વિરોધ થઇ રહ્યો છે. કરણી સેના સહિત રાજપૂત સમાજ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’નો રાજ્યમાં જોરશોરથી વિરોધ કરી રહ્યાં છે. ભરૂચનાં નેશનલ હાઈવે-૮ પર કરણી સેનાએ પદ્માવત’ ફિલ્મના વિરોધમાં ચક્કાજામ કર્યો હતો. દરમિયાન કરણીસેનાનાં કાર્યકર્તાઓએ હાઇવે પર ટાયરો સળગાવીને વિરોધ કર્યો હતો. આવેશમાં આવેલા ટોળાએ એક કાચનો કાર પણ તોડ્યો હતો. જોકે, ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો નેશનલ હાઈવે-૮ પર દોડી આવ્યો હતો અને અટકાયેલો વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો.વિરમગામમાં પણ પદ્માવત ફિલ્મને લઈને વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો. કરણી સેના અને ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામા આવ્યુ હતું અને વિરમગામ – અમદાવાદ હાઈવે પર ચક્કાજામ કરી દેવાયો હતો. સાથે જ ટોળા દ્વારા રોડ પર ટાયરો સળગાવવામાં આવ્યા હતાં. રોડ પર ટાયર સળગાવતા વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો.
મોરબીનાં સિનેમામાલિકોએ રાજપુત સમાજ અને કરણીસેનાને ટેકો જાહેર કર્યો હતો. મોરબી શહેરમાં કરણી સેના સાથે સિનેમા સંચાલકોએ બેઠક કરી હતી, જેમા સિનેમા સંચાલકોએ નિર્ણય કર્યો હતો કે, મોરબીમાં ફિલ્મ ‘પદ્માવત’ પ્રદર્શિત કરવામાં નહી આવે.
ગઇ કાલે પણ ગાંધીનગર સિટી પલ્સ સિનેમા પાસે કરણી સેનાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમા કરણીસેનાનાં કાર્યકર્તાઓએ ‘પદ્માવત’ ફિલ્મને સિનેમાઘરોમાં પ્રદર્શિત નહી કરવા ચિમકી આપી હતી. સાથે બાવળા બગોદરા હાઇવે પર પણ ફિલ્મનાં વિરોધમાં ચક્કાજામ કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઇએ કે, ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી હોવાના આરોપસર ફિલ્મ વિરૂદ્ધ ઉગ્ર વિરોધ નોંધાઇ રહ્યો છે. જેના કારણે દેશના અનેક રાજ્યોમાં ફિલ્મ પર પ્રતિબંધ લદાયો હતો. અંતે ફિલ્મનું નામ બદલવાની ફરજ પણ પડી હતી અને ફિલ્મનું નામ પદ્માવતી માંથી પદ્માવત કરવામાં આવ્યું હતું. તેમ છતાં વિરોધ યથાવત રહેતા સમગ્ર મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો, સુપ્રીમ કોર્ટે ફિલ્મ પદ્માવત તમામ રાજ્યોમાં રિલીઝ કરવાનો આદેશ કર્યો છે.

Related posts

રાજકોટ બેઠક ભાજપે છેલ્લી ચૂંટણીમાં મોટા અંતરથી જીતી

aapnugujarat

ड्रग मामले में कन्नड़ अभिनेत्री संजना गुलरानी के घर पर पुलिस का छापा

editor

ગીર-સોમનાથ જિલ્લામાં ટીબીનાં નિદાન માટે સીબીનાટ લેબોરેટરીનો પ્રારંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1