Aapnu Gujarat
રાષ્ટ્રીય

મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ યોજી ચુંટણીસભા

મહેસાણા થી અમારા  સંવાદદાતા વિનોદ મકવાણા જણાવે છે ,જિલ્લામાં યોજાઇ રહેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત ઊંઝા તાલુકાની જિલ્લા પંચાયતની 3 સીટ તથા તાલુકા પંચાયતની 18 સીટ તથા ઊંઝા નગરપાલિકાની 36 સીટ  માટે ચાલી રહેલ ચૂંટણી માટે આજે ચૂંટણી પ્રચાર ના પ્રારંભ અર્થે આજે ઊંઝા વાડી ચોક ખાતે ભાજપના સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની જાહેર સભાનું ઊંઝા શહેર ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સાંજે ઊંઝા આવી પહોંચ્યા હતા સૌ પ્રથમ તેમણે માં ઉમિયા ના દર્શન કરી આશીર્વાદ મેંળવ્યા હતા. સ્મૃતિ ઈરાની સભા સ્થળે પહોંચતા ઊંઝા વાસીઓએ તેમનું સ્વાગત કર્યું હતુ કાર્યક્રમની શરૂઆતમાં  ઊંઝા ભાજપ શહેર પ્રમુખ હિતેશ પટેલે શબ્દો થી સ્વાગત કર્યું હતુંઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે કેન્દ્રીય મંત્રીને આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે ઊંઝા નગરપાલિકાની ચૂંટણી માં કુલ 9 વોર્ડ અને 36 ઉમેદવારોમાં કોંગ્રેસે એક પણ ઉમેદવાર ઉભો નથી રાખ્યો.

આમ ઊંઝા કોંગ્રેસ મુક્ત શહેર છેકેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આજે ચૂંટણી સભા સંબોધન કરીને ઊંઝામાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા.પોતાના સંબોધનમાં કેન્દ્રીય મંત્રીએ સભામાં ઉપસ્થિત જનમેદનીને ભાજપને મત આપવા અપીલ કરી હતી .ગુજરાતના નાના શહેર માંથી સાંસદ પહોંચેલા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા એટલે વિધિના વિધાન થી રામ મંદિર બનવાની પણ શરૂઆત થઈ ગઈ છે.ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી સરદારને સન્માન આપ્યું અત્યાર સુધી 50 લાખ ઉપરાંત લોકોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકત લીધી છપોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે જે આપણા હતા એ અપક્ષમાં ગયા એનું દુઃખ આશાબેનને છે એમ જણાવી તેમને કહ્યું હતુ કે” જો અપનો કે ના હો શકે વો કિસી આપકે કયા હોંગે ” નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી ગુજરાતનો વાળ પણ વાંકો નઈ થાય એવું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે કોરોના વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 80 કરોડ ગરીબ જનતાને લોકડાઉનમાં અન્ન આપીને ખૂબ મોટું કામ કર્યું.. ભાજપના સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાનીએ છેલ્લે ઊંઝા એવા કોંગ્રેસ મુક્ત વિસ્તારમાં બોલવાનો મોકો મળ્યો એ બદલ કાર્યકરોનો આભાર માન્યો હતો.  ઊંઝા માં 9 વોર્ડ માટે બીજેપી. 34 અપક્ષ 44  બહુજન સમાજ પાર્ટી 3 સભ્યો મેદાને છે ત્યારે નગરપાલિકા વોર્ડ નં 4 ની સીટ પર બે મહિલા બીજેપી માંથી બિન હરીફ જાહેર થયેલા છે.

Related posts

મંત્રી બનવાની કોઈ ઈચ્છા નથી, બીજેપી અધ્યક્ષપદે જ ખુશ છુંઃ અમિત શાહ

aapnugujarat

कांग्रेस को लुटियंस जोन की ३ प्रॉपर्टी से निकालने की तैयारी

aapnugujarat

નોર્મલ મોનસુન છતાં પણ ૨૫૧ જિલ્લાઓ ઉપર દુષ્કાળનું સંકટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1