Aapnu Gujarat
ગુજરાત

શહેરા જીલ્લા પંચાયતની 3,અને તાલૂકા પંચાયતની 11 બેઠકો પર ભાજપ બિનહરીફ

પંચમહાલ થી અમારા સંવાદદાતા વિજયસિંહ સોલંકી જણાવે છે કે, પંચમહાલ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણીને લઈને ધમધમાટ જોવા મળી રહ્યો છે. આજે ફોર્મ ખેચવાની કામગીરીનો છેલ્લો દિવસ હતો.જે કામગીરી સ્પષ્ટ થતા સમગ્ર ચિત્ર હવે સ્પષ્ટ થયુ હતુ.જેમા જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટો કબજે કરવામાં સફળતા મળી છે.શહેરા તાલૂકા પંચાયતની 30 અને જીલ્લા પંચાયતની 7 બેઠકોનો સમાવેશ થાય છે.શહેરામાં ભાજપે ચુટણી પહેલા જ પોતાની વિજયયાત્રાની શરુઆત કરી છે.ભાજપે જીલ્લા પંચાયતની ત્રણ તેમજ તાલૂકા પંચાયતની અગિયાર બેઠકો કબજે કરવામા સફળતા મેળવી છે.શહેરા તાલુકાની ત્રણ જીલ્લા પંચાયતો અણિયાદ,નાદરવા,દલવાડા તેમજ તાલુકા પંચાયતની ઉમરપુર,શેખપુર,ખટૂકપુર,અણિયાદ,ખોજલવાસા,બોડિદ્રાખુર્દ,માતરીયા વ્યાસ,પાદરડી, તાડવા,નરસાણા,બોરીયા બેઠકો પર બિનહરીફ કબજો મેળવામાં સફળતા મેળવી છે.આમ ભાજપે વગર ચુટણીએ કોંગ્રેસને પરાસ્ત કરવામાં સફળતા મેળવી છે.આમેય શહેરા વર્ષોથી ભાજપનો ગઢ છે.અહી કોંગ્રેસ હજી જોઈએ તેટલો પ્રભાવ લોકોમાં ઉભો  કરી શકી નથી.તેમ પરિસ્થીતી જોતા લાગી રહ્યુ છે.આમ કોંગ્રેસ માટે કપરા ચઢાણ શહેરા તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની આગામી ચુટણીમાં જોવા મળવાના છે.

Related posts

आर्टिफिशियल इंसेमीनेशन से दुधारू पशु संख्या बढ़ाई जाएंगी : गिरीराज सिंह

aapnugujarat

એસ.ટી. બસો હવે પેટ્રોલ પંપ પર ડિઝલ પુરાવશે, રોજનું લાખો લિટરમાં ડિઝલ મુસાફરી દરમિયાન વપરાય છે, 1 કરોડનું ભારણ ઘટશે

aapnugujarat

તમાકુ મુક્ત અમદાવાદ જિલ્લો બનાવવા યલો લાઇન કેમ્પેઇનનો ગોરૈયાથી પ્રારંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1