Aapnu Gujarat
Uncategorized

વિજાપુર બવાહીર વ્હોરા સમાજનો દીકરો ઓનલાઇન ડીજીટલ સ્ટોરી ટેલેન્ટ ની સ્પર્ધા માં પ્રથમ આવ્યો

વિજાપુરથી અમારા સંવાદદાતા મહેશ આસોડીયા જણાવે છે કે ;તાજેતરમાં એમ.એસ.ટોક્સ ઇન્ડિયા દ્વારા એક ઓનલાઇન ડિજિટલ સ્ટોરી ટેલિંગ ચેમ્પિયનશિપ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ ૧૦ દેશ ના પચાસ કરતાં વધુ વ્યક્તિઓએ ભાગ લીધો હતો.જે સ્પર્ધામાં ગુજરાત રાજ્યના  જિલ્લા ઓ તાલુકા માંથી ઘણા લોકો એ સ્પર્ધા માં ભાગ લીધો હતા જેમાં વિજાપુર માં વચલી વ્હોરવાડ રહેતા બવાહિર વ્હોરા સમાજ ના અબ્બાસ ભાઇ વ્હોરા ના દીકરા હમ્માદ વ્હોરા એ એમ એસ ટોકસ ઇન્ડિયા દ્વારા યોજાયેલ ઓનલાઈન ડીજીટલ સ્ટોરી ટેલિંગ સ્પર્ધા માં  પ્રથમ ક્રમાંક હાસિલ કરતા સમાજ ના લોકો માં ખુશી ની લાગણી જન્મી હતી. આવી  સ્પર્ધાત્મક  વિવિધ સ્પર્ધકો એ આ પ્રકારના ઓનલાઇન માધ્યમો દ્વારા સમગ્ર દુનિયામાં નવ લાખ કરતા વધુ લોકોએ નિહાળી હતી , જેમાં હમ્માદ વ્હોરાએ પોતાની બોલવાની કુશળતા દ્વારા સૌ લોકોનું દિલ જીતી લીધું હતું અને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હમ્માદ વ્હોરા જન્મથી જ આંખોની ક્ષતિ ધરાવે છે , તેમ છતાં તેઓ અવાર-નવાર પોતાની કાર્યક્ષમતા તેમજ બુદ્ધિક્ષમતા દ્વારા આ પ્રકારની સફળતાઓ અને પ્રસિદ્ધિઓ મેળવી સમગ્ર રાજ્ય તથા જીલ્લા તાલુકા નું નામ રોશન કર્યું છે જેને સમાજ ના લોકોએ તેની વધાવ્યો હતો.

Related posts

વિપક્ષનાં નેતા પરેશભાઇ ધાનાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યાં

aapnugujarat

દિયોદરના જાડા ગામે ચામુંડા માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો

editor

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાયાત્રાનું વેરાવળ તાલુકાનાં ગામોમાં પરિભ્રમણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1