Aapnu Gujarat
ગુજરાત

આજથી વાહનો પર ફાસ્ટેગ ફરજીયાત..

સોમવારે રાત્રે 12 વાગ્યાથી દેશભરના ટોલ પ્લાઝા પર ઓટોમેટિક પેમેંટ સિસ્ટમ ફાસ્ટેગ ફરજિયાત થઇ જશે. કેન્દ્ર સરકારે રવિવારે એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપી હતી. જે લોકોએ અત્યાર સુધી પોતાના વાહનો પર ફાસ્ટેગ નથી લગાવ્યું અથવા લગાવ્યું તો છે પણ કામ નથી કરતું તો તેવી સ્થિતિમાં બમણો ટોલ ટેક્સ ચુકવવો પડી શકે છે. 

જો ફાસ્ટેગ નહીં હોય તો ટોલ પ્લાઝા પર વાહનોની કેટેગરી પ્રમાણે દંડ પણ વસુલવામાં આવશે જે ટોલ ફી કરતા બમણો હોઇ શકે છે. આ પહેલા રવિવારે જ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે ફાસ્ટેગ લગાવવાની સમયમર્યાદાને હવે વધુ લંબાવવામાં નહીં આવે અને તે સોમવારે રાતથી જ દેશભરના ટોલ પ્લાઝા પર લાગુ કરી દેવામાં આવશે.

સાથે તેમણે લોકોને અપીલ કરી હતી કે તેઓએ પોતાના વાહનની ટોલ ફી ભરવા માટે આ ઇ-પેમેન્ટ સુવિધાનો લાભ લેવો જોઇએ. તેનાથી આમ નાગરિકોને જ ફાયદો થશે અને સમય પણ બચશે. ફાસ્ટેગ ગોલ પ્લાઝાઓ પર જે ચાર્જ લાગે છે તેની ભરપાઇ માટે ઇલેક્ટ્રોનિક સુવિધા પુરી પાડે છે. આને 2016માં રજુ કરાયું હતું,

Related posts

ગુજરાતને પુનઃ પૂર્વવત કરવા માટે મંત્રીઓને અપાઈ જિલ્લાવાર જવાબદારી

aapnugujarat

સુરતમાં નિષ્ઠુર માતાએ બે નવજાત શિશુને કર્યા કચરા પેટીને હવાલે

aapnugujarat

વડોદરા – હાલોલરોડ પર અકસ્માત : બે સગાભાઈ સહિત ત્રણનાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1