Aapnu Gujarat
Uncategorized

ભાવનગર રેલવે મંડલ પર ગણતંત્ર દિવસ સંપૂર્ણ ઉત્સાહથી ઉજવાયો

ભાવનગર મંડલ ઉપર ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૧ (મંગળવાર)ના રોજ ૭૨માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી સંપૂર્ણ ઉત્સાહથી કરવામાં આવી હતી. મંડલ રેલ પ્રબંધક શ્રી પ્રતિક ગોસ્વામીએ રેલ્વે સ્ટેડિયમ – ભાવનગર પરા ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને ધ્વજને સલામી આપી હતી. મંડલ રેલ પ્રબંધકે આ પ્રસંગે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલનો સંદેશો વાંચ્યો. આ પ્રસંગે રેલવે પ્રોટેક્શન ફોર્સ, સિવિલ ડિફેન્સ, અને સ્કાઉટ એન્ડ ગાઇડના જવાનોએ પરેડ રજૂ કરી હતી, જેનું નિરીક્ષણ મંડલ રેલ પ્રબંતશ્રીએ કર્યું હતું. પરેડનું નેતૃત્વ શ્રી જગદીશ પ્રસાદ જાટ દ્વારા કરવામાં આવ્યું હતું અને વિકાસ દુબેએ તેને સાથ આપ્યો હતો. મંડલ રેલ પ્રબંધકને કટોકટીની પરિસ્થિતિમાં કામ કરવા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા ઉપયોગમાં લેવાયેલા શસ્ત્રોની રજૂઆત વિશે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે અપર મંડલ રેલ પ્રબધક શ્રી સુનિલ આર. બારાપત્રે સાથે અન્ય અધિકારીઓ, કર્મચારીઓ અને તેના પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમના અંતે મંડલ રેલ પ્રબંધકે કર્મચારીઓને કાર્યક્રમ સફળ બનાવવામાં મહત્વના યોગદાન બદલ સન્માનિત કર્યા હતા.
મંડલ રેલ પ્રબંધકે કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત બાળકોને ચોકલેટનું વિતરણ કર્યું. ભાવનગર ડિવિઝનના મંડલ હોસ્પિટલ, કોચિંગ ડેપો સહિતના તમામ સ્ટેશનો પર રાષ્ટ્રધ્વજ પણ લહેરાવવામાં આવ્યો હતો.“
(તસવીર / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

वर्ल्ड रेसलिंग चैंपियनशिप विनेश फोगाट ने जीता ब्रॉन्ज

aapnugujarat

કાઠીયાવાડમાં સર્જાયો ઈતિહાસ

editor

ગરબાના કારીગરો પરેશાન

editor

Leave a Comment

UA-96247877-1