Aapnu Gujarat
ગુજરાત

વાકુલીના જંગલોમાં કાચબાનો વેપલો કરનારા ઝડપાયા

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના વાકુલી ગામના જંગલમાં વન્યજીવ ગણાતા કાચબા ઉપર તાંત્રિક વિધીના નામે કાચબાનો વેપલો કરતા પાંચ શખ્સોને વનવિભાગે પકડી પાડ્યા છે, તેમની પાસેથી મારક હથિયારો અને જીવતા કાચબા મળી આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાનાં રાજેશ ભાવસારને પંચમહાલ જીલ્લાના ઘોંધબાના રાજગઢ વિસ્તારમાં આવેલા જંગલોમાં તાંત્રિક વિધીનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાની જાણકારી મળી હતી જેમાં વન્યજીવ પર તાંત્રિક વિધી કરીને પૈસાનો વરસાદ કરવાનો દાવો કરવામાં આવતો હતો. આથી સમગ્ર મામલાનો પર્દાફાશ કરવા માટે વન વિભાગ રાજગઢ અને ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ સંયુક્ત રીતે ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં માઉસિંગ નામના શખ્સનું નામ ખુલ્લું હોવાની વિગતો બહાર આવી હતી. આથી સંસ્થાની ટીમ દ્વારા માઉસિંગ સાથે વાતચીતનો દોર શરૂ કરવામાં આવ્યો. પૈસાનો વરસાદ થાય તે માટે તાંત્રિક વિધી કરવાની હોવાનું જણાવતા માઉસિંહ કાચબા આપવા તૈયાર થયો હતો. આ વેપલો કરનારાઓને પકડવા માટે તાંત્રિક વિધિ વાકુલીના જંગલમાં ગોઠવવામાં આવી હતી જેમાં એક વનઅધિકારી સાધુ બન્યાં હતાં, અન્ય સંસ્થાના કાર્યકરો જંગલમાં પહોંચ્યા હતાં જ્યાં પહેલેથી જ કાચબાનો વેપલો કરનારા માઉસિંગ બારીયા તેના સાગરિતો ગોવિંદ પટેલીયા, પ્રદિપ બારીયા, રણજીત બારીયા, ભરત બારીયા હાજર હતાં જ્યાં પૂજામાં બેઠેલા કાર્યકરે કાચબા આવી ગયા છે તેવો મેસેજ કરતાં ત્યાં થોડે દુર ઉભેલી વન વિભાગની ટીમ અને સંસ્થાના કાર્યકરો આવી જતા આ વેપલો કરનારા શખ્સોને પકડી લીધા હતાં તેમની પાસેથી કાચબા નંગ-૪ તેમજ મારક હથિયાર બે તલવાર ,એક ધારીયું, એક છરો જપ્ત કરવામાં આવ્યો હતો. વધુમાં વન્યજીવ અધિનિયમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

સુરતમાં બનશે રુ. ૬૦૬ કરોડના ખર્ચે આઉટર રિંગ રોડ

aapnugujarat

છોટાઉદેપુર જિલ્લા રાજપુત યુવા સંગઠન દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું

aapnugujarat

શહેરને મળ્યા નવા મેયર કિરીટભાઈ પરમાર

editor

Leave a Comment

UA-96247877-1