Aapnu Gujarat
Uncategorized

ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડીયાએ આપ્યું રાજીનામું

ઉપલેટા નગરપાલિકાના પ્રમુખે પોતાના પ્રમુખ પદેથી આપ્યું છે. સ્વૈચ્છિક રાજીનામું જેમની વાત કરવામાં આવે તો અગાઉ હજુ માત્ર ત્રણ દિવસ પહેલા જ ઉપલેટા નગરપાલિકાના ઉપપ્રમુખ રણુભા જાડેજાએ પણ પોતાના ઉપપ્રમુખ પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું ત્યારે આજે ફરી એક વખત ઉપલેટા નગરપાલિકામાંથી રાજીનામાનો દોર આવતા સમગ્ર વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે. તાજેતરની ગયેલી નગરપાલિકાની ચૂંટણીમાં જ ઉપપ્રમુખ અને પ્રમુખ પદ માટે ચૂંટાયા હતા જેમ આ બન્ને થોડો સમય પહેલાની ઉપલેટા નગરપાલિકાની ચુંટણીમાં બળવો કરીને પ્રમુખ બન્યાં હતાં ત્યારે આ બંન્ને સહિતનાઓ દ્વારા બળવો કરવાને કારણે ભાજપ પક્ષે પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના ૧૪ ઉપલેટા નગરપાલિકા સદસ્યોને ભાજપ પક્ષમાંથી સસ્પેન્ડ કર્યાં હતાં ત્યારે હવે આ બાબતે ફરીથી ભાજપ પક્ષમાં ઘર વાપસી થતા નગરપાલિકાના ઉપપ્રમુખ બાદ પ્રમુખનું રાજીનામું આપતા સમગ્ર શહેરમાં અને ઉપલેટા વિસ્તારમાં હાલ રાજકારણ ગરમાયું છે.
ગરમાયુ રાજકારણ છે.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

વેરાવળ ખાતે આઇ.સી.ડી.એસ. દ્વારા સ્તનપાન સપ્ત્તાહ કાર્યશાળા યોજાઇ

aapnugujarat

આજે ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી

aapnugujarat

देशवासियों को मिलेगी मुफ्त कोरोना वैक्सीन : केंद्रीय मंत्री सारंगी

editor

Leave a Comment

UA-96247877-1