Aapnu Gujarat
શિક્ષણ

એસવીઆઇટીની વિધાર્થીની હિતેશી પટેલને જીટીયુના પદવીદાન સમારોહમાં ગોલ્ડ મેડલ એનાયત

તાજેતરમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે જીટીયુ ના ૧૦માં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇસરોના પૂર્વ ચેરમેન પદ્મવિભૂષણ ક્રિષ્નાસ્વામી કસ્તુરીરંગને વર્ચ્યુઅલ દીક્ષાંત પ્રવચન આપ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે, તથા યુનિ.ના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અને રજીસ્ટર ડૉ. કે એન ખેર હાજર રહ્યા હતા. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સમારંભને ખુલ્લો મુકવામાં આવ્યું હતું.

જીટીયુના ૧૦માં પદવીદાન સમારોહમાં ૧ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે

૧૩૨ વિદ્યાર્થીઓને અલગ-અલગ વિદ્યાશાખામાં ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ વિભાગની બી ઈ ની ડીગ્રી માટે એસવીઆઈટી ની વિદ્યાર્થીની કુ. હિતેશી પટેલ ને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યું હતું. અભ્યાસ ની સાથે કુ.હિતેશી પટેલ જીટીયુ સ્વિમિંગ સ્પધૉ માં દ્વિતીય અને વેઇટ લીફટીંગ સ્પર્ધામાં તૃતીય સ્થાન મેળવી ચુકી છે.

કુ.હિતેશી પટેલે આ ગોલ્ડ મેડલ મેળવતા હર્ષની લાગણી સાથે જણાવ્યું હતું કે એસવીઆઈટીના પ્રાધ્યાપકો દ્વારા ખૂબ સારું ટીચીંગ આપવામાં આવે છે અધતન લેબોરેટરીમાં પ્રેક્ટીકલ પણ ખૂબ સારી રીતે સમજાવીને કરાવવામાં આવતું. અહીંના પ્રાધ્યાપકો વિદ્યાર્થીઓની ડિફિકલ્ટ સોલ્વ કરવામાં ખૂબ મદદરૂપ રહે છે અને દરેક વિદ્યાર્થી પર પૂરતું ધ્યાન આપવામાં આવતું હતું જેના લીધે આજે તે આ ગોલ્ડ મેડલ મેળવી શકી છે.

આચાર્ય ડૉ. એસ ડી ટોલીવાલે હિતેશી પટેલની આ સિધ્ધિ ને ખૂબ મોટી ગણાવી હતી અને ભવિષ્યમાં આવનાર વિદ્યાર્થીઓ માટે તે એક આદર્શ બની રહેશે તેવું જણાવ્યું હતું.

એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ,સેક્રેટરી શ્રી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી દિપકભાઈ પટેલ, આચાર્ય ડૉ. એસ. ડી. ટોલીવાલ દ્વારા ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ વિભાગની વિદ્યાર્થીની કુ.હિતેશી પટેલ ની ઝળહળતી સફળતા માટે ડૉ. આર.બી.પટેલ (વડા- ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ વિભાગ) અને તમામ પ્રાધ્યાપકો ને શુભેચ્છાઓ પાઠવી હતી.

Related posts

ધોરણ ૧-૧૨ના ૨૨૯ પુસ્તકો જૂનથી નવા : ભાષાંતર પ્રક્રિયા

aapnugujarat

ચાલો થેલેસીમીયા નાબૂદ કરી એ એસ. વી. આઇ. ટી. ખાતે થેલેસીમીયા અવેરનેસ પ્રોગ્રામ

aapnugujarat

કાંકરેજ તાલુકાનાં પાદરડી ગામની શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં ગાંધી જ્યંતિ ઉજવાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1