Aapnu Gujarat
ગુજરાત

ડભોઇના બજારમાં ઓસ્ટ્રેલિયન તરબુચનું આગમન

ડભોઇ નગરના ફ્રૂટના હોલસેલર વ્યાપારી અને વર્ષોથી આ વ્યવસાયમાં સંકળાયેલા ફ્રેશ ફ્રુટ કંપનીના સંચાલક પીલાશેઠ ની નામે જાણીતા વેપારી કંઈકને કંઈક ફ્રૂટમાં વેરાયટીઓ લાવી ડભોઈની પ્રજાને આશ્ચર્યચકિત કરી દેતા હોય છે. ડભોઈની માર્કેટમાં પીળા કલરનું તરબુચ જોઈને ડભોઈની પ્રજા અને નગરમાં કુતૂહલ સર્જાયું છે, જ્યારે વેપારી દ્વારા જણાવતા ઓસ્ટ્રેલિયન તરબુચમાં બે જાત હોય છે. એક વિશાલા અને બીજી આરોહી નામથી ઓળખાય છે જે ૬૫ દિવસે તૈયાર થાય છે. વિશાલા તરબુચ બહારથી પીળું અને અંદરથી લાલ નીકળે છે જ્યારે આરોહી તરબુચ બહારથી કાળુ અને અંદરથી પીળું નીકળે છે અને તે પાઈનેપલ ફ્લેવર જેવું લાગે છે. ફ્રુટ વેપારીના જણાવ્યા મુજબ વિશાલા અને આરોહી નામથી ઓળખાતા આ અવનવા તરબુચ સ્વાદમાં એકદમ મીઠા અને સ્વાદિષ્ટ હોય છે. ડભોઇમાં પ્રથમ ફ્રેશ ફ્રુટ કંપની દ્વારા વેચાણ અર્થે ડભોઇમાં લારીઓ અને ઠેલાઓવાળાને રિટેલ ભાવે વેચાણ કરવા અપાતા ડભોઈની જનતા અને ખાસ કરી ગૃહિણીઓમાં આ તરબુચની અવનવી જાત આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

શહીદ વિશે અપશબ્દ બોલવા તે કાયરતા છે : અહેમદ પટેલ

aapnugujarat

હોસ્પિટલોમાં ફાયરસેફ્ટીની સુવિધાનું મેન્ટેનન્સ થતું નથી : ૧૯મીએ શહેરમાં ફાયર સેફ્ટી અંગે સેમિનાર

aapnugujarat

મોડાસામાં દલિત યુવતી પર થયેલા દુષ્કર્મના વિરોધમાં લીમડીમાં કેન્ડલ માર્ચ યોજાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1