Aapnu Gujarat
ગુજરાત

૨૧ જાન્યુઆરીથી વેરાવળ અમદાવાદ વચ્ચે ઇન્ટરસિટી ટ્રેનનો થશે પ્રારંભ

કોરોના સંક્રમણને કારણે તમામ ટ્રેનો રદ કરવામાં આવી હતી. ત્યારે જબલપુર એક્સપ્રેસ બાદ સ્થાનિક ગુજરાતને જોડતી પહેલી ટ્રેન વેરાવળથી શરૂ થશે. આગામી ૨૧ મી જાન્યુઆરીથી વેરાવળ અમદાવાદ વચ્ચે દૈનિક ટ્રેન પાટા પર દોડતી જોવા મળશે. ભાવનગર ડિવિઝન નીચે આવતી વેરાવળ સોમનાથ ઇન્ટરસિટી સુપરફાસ્ટ ટ્રેન વેરાવળથી રાત્રિના ૯ઃ૫૦ કલાકે ઉપડીને વહેલી સવારે ૫ વાગ્યેને ૪૦ મિનિટે અમદાવાદ સ્ટેશન પર પહોંચશે. તેવી જ રીતે આ ટ્રેન અમદાવાદથી રાત્રિના દસ ને દસ કલાકે ઉપડી ને બીજે દિવસે સવારે ૬ઃ૦૦ કલાકે વેરાવળ સ્ટેશન પર પહોંચશે. આ ટ્રેન વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, વીરપુર, ગોંડલ, જૂનાગઢ, માળીયા ,કેશોદ, ચોરવાડ રોડ સહિતના માર્ગમાં આવતાં રેલવે સ્ટેશન પર રોકાશે. જેનો ફાયદો વેરાવળથી લઈને અમદાવાદ સુધીના પ્રવાસીઓને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
કોરોના સંક્રમણને કારણે ૨૬૪ દિવસ સુધી વેરાવળ થી અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. થોડા સમય અગાઉ વેરાવળ જબલપુર એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. પરંતુ વેરાવળથી ગુજરાતના સ્ટેશનને જોડતી ટ્રેન હવે ૨૬૪ દિવસ બાદ શરૂ થઈ રહી છે. તેને લઈને યાત્રિકોને અને ખાસ કરીને અમદાવાદ તબીબી સારવાર માટે જતાં દર્દીઓને પણ આ ટ્રેન ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
વેરાવળથી પોરબંદર અને વેરાવળ રાજકોટ વચ્ચે દૈનિક પેસેન્જર ટ્રેન પણ ચાલતી હતી. જે ટ્રેનો આજે પણ બંધ છે. પરંતુ જે પ્રકારે હવે ધીમે ધીમે રેલવે વ્યવહાર પૂર્વવત થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં વેરાવળથી પોરબંદર, રાજકોટ અને દ્વારકાને જોડતી પેસેન્જર ટ્રેનો પણ શરૂ થઈ શકે છે. તેવા ઉજળા સંજોગોનુ નિર્માણ પણ થઈ રહ્યું છે.

Related posts

યુવાનોને સ્વમાનભેર કારકિર્દી ઘડતરની તક અપાઈ : રૂપાણી

aapnugujarat

દિયોદર માં પંડિત દિન દયાળ સસ્તા અનાજની દુકાનો પર શાંતિપૂર્ણ માહોલમાં અનાજ નું વિતરણ….

editor

કડીના શિક્ષક દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા પ્રાકૃતિક માનવ કલ્યાણ પ્રાર્થના તથા પ્રદક્ષિણા યજ્ઞ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1