Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં બિલ્ડર મોતી દેસાઈ હત્યા કેસમાં કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા

વર્ષ ૨૦૧૬ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી કમેશ્વરી પાર્ક સોસાયટીમાં કરવામાં આવેલી બિલ્ડર મોતી દેસાઈની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીના અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. કોર્ટે આરોપીને કેસની કાર્યવાહી સિવાય અમદાવાદ શહેર અને જિલ્લામાં પ્રવેશ ન કરવાનો હુકમ કર્યો છે.
અમદાવાદ સેશન્સ કોર્ટે આરોપી- પ્રતીક દેસાઈની જામીન અરજી મંજુર કરતા નોંધ્યું હતું કે બનાવના સમયે અરજદાર -આરોપીની હાજરી નથી અને તેના પાસેથી મળી આવેલી તલવાર પર પણ કોઈ લોહી ડાઘા મળી આવ્યા નથી. મરણ જનારને જે ઇજાઓ થઈ છે એ તલવારથી થઈ શકે નહીં તેવું ડોકટરોનું સ્પષ્ટ રીતે કહેવું છે. આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ છે, જેથી કોર્ટે આરોપીને ૩૦ હજાર રૂપિયાના પર્સનલ બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે.
અરજદાર – આરોપી વતી એડવોકેટ જુનેદ બુલા તરફે કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે બનાવના સ્થળની જગ્યાના વિડીયોગ્રાહીમાં આરોપી ક્યાંય પણ મળી આવતા નથી. ઉલટા આ સમયગાળા દરમીયાન અરજદાર પોતાના વતને હોવાની રજુઆત કરી હતી. મૃતકના માથે યુ આકરની ઈજા થયેલી હતી જે ડોક્ટરોના પ્રમાણે તલવારથી થઈ શકે નહિ. આ કેસમાં તપાસ પણ પૂર્ણ થઈ ચૂકી ચર અને ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ હોવાથી આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે.

Related posts

Union Home Minister Amit Shah e-dedicates and e-launches development projects worth Rs.221-crore for Ahmedabad city and district

editor

પ્રભાસ પાટણમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો

editor

મુખ્યમંત્રી સાથે આફ્રિકન ડેવલપમેન્ટ ગૃપની બેઠક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1