Aapnu Gujarat
ગુજરાત

યુવાનોને સ્વમાનભેર કારકિર્દી ઘડતરની તક અપાઈ : રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શિક્ષણ વિભાગ આયોજિત ગ્રાન્ડ એજ્યુકેશન ફેરનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, ડેમોગ્રાફિક ડિવીડન્ડ એવા યુવાધનને જ્ઞાનના હરેક ક્ષેત્રમાં સંશોધન, રિસર્ચ અને સ્કીલ ડેવલપમેન્ટથી સ્વમાનભેર કારકીર્દિ ઘડતરની નવી દિશા ગુજરાત સરકારે ખોલી આપી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, અગાઉથી સરકારોએ સાચી દિશામાં શિક્ષણ નીતિ બનાવી જ નહિ, મેકોલેની શિક્ષણ પધ્ધતિને મઠારીને વિદ્યાર્થીઓ પર શિક્ષણનો ભાર લાદી દીધો છે. આના પરિણામે ૧૦૦ ટકા નામાંકન શૂન્ય ડ્રોપ આઉટ, કન્યા કેળવણી જેવી બાબતોમાં આપણે પાછળ રહ્યા. તેમણે કહ્યું કે, પાછલા દોઢ દાયકામાં ગુજરાતમાં નરેન્દ્ર મોદીની દુરંદેશીતાથી પંચામૃતશક્તિને આધારે સર્વગ્રાહી વિકાસ અને જ્ઞાનશક્તિના પ્રાધાન્યથી વૈશ્વિક કક્ષાની શૈક્ષણિક સુવિધાઓ અને કારકીર્દિ ઘડતરની ક્ષિતીજો આપણે રાજ્યના યુવાનો માટે આપી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આઝાદીના ૭ દાયકા પછી પણ વિશ્વની ટોપ-૧૦ યુનિવર્સિટીઝમાં એક પણ યુનિવર્સિટી ભારતની નથી તે કમનસીબી છે. પ્રધાનમંત્રીએ હવે યુનિવર્સિટીઝમાં એક પણ યુનિવર્સિટી ભારતની નથી કે કમનસીબી છે. પ્રધાનમંત્રીએ હવે જ્ઞાનની સદીમાં ભારતના યુવાધનના શક્તિ સામર્થ્યને વૈશ્વિક સ્તરે ઝળકાવવા મેઈક ઈન ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, જેવા અભિયાનો ઉપાડ્યા છે. તેની ફળશ્રતિએ જ્ઞાનયુગનું આધિપત્ય ભારત કરશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. વિજય રૂપાણીએ ઉમેર્યું કે, ગુજરાતનો યુવાન ભવિષ્યના ભારતના નિર્માણમાં પાછળ ન રહી જાય તે માટે શ્રેષ્ઠ જ્ઞાન કૌશલ્ય અવસરો ગુજરાત ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટી, ચીલ્ડ્રન યુનિવર્સિટી, યોગા યુનિવર્સિટી, ટેકનોલોજીકલ યુનિવર્સિટીથી આ સરકારે આપ્યા છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આપણે તો યુવાનોમાં આત્મવિશ્વાસ પેદા કરવો છે. અગાઉથી સરકારોની જેમ બેકારોની ફોજ નથી ઊભી કરવી. ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર સાચ અર્થમાં દુર થાય એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. આરામ હરામ હૈ ના નહેરૂજીએ આપેલા સુત્ર પ્રત્યે નુકચેતીની કરતાં તેમણે ઉમેર્યું કે, ત્યારે જે બેરોજગાર બેકાર યુવાનો કહેતા, આરામ હરામ હૈ, નારા દિયા હૈ તો અંજામ તો દિજીયે, ઈન હાથો કો કુછ કામ તો દિજીયે. કમનસીબે ભુતકાળની સરકારો યુવાનોને કામ ન આપી શકે અને આપણે ડિગ્રી નહિ. ક્રિયેશન રિસર્ચ સંશોધનના આધાર ઉપર સ્ટાર્ટ અપ અન્વયે પ્રોત્સાહન આપી યુવા પેઢીને જોબ સિકર નહિ, જોબ ગીવર બનાવી. તેમણે હોનહાર યુવા વર્ગોને આહવાન કર્યું કે, આ ગ્રાન્ડ એજ્યુકેશન ફેરના માધ્યમથી તમારી કારકિર્દી ઘડતરની રસ રૂચિની પસંદગી કરો અને લગન ધ્યેયથી મહેનત કરો, સરકાર ઈનોવેટીવ આઈડીયાઝને સ્ટાર્ટઅપથી પ્રોત્સાહન સહાય આપશે.
મુખ્યમંત્રીએ રાજયમાં ૧૦ લાખ યુવાનોને નોકરી સેવાના અવસરો આપવાના નિર્ણયથી ભૂમિકા આપતા કહ્યું કે, યુવાનોને ઊદ્યોેગ-ગૃહોમાં રોજગાર અવસર માટે રોજગાર મેળા યોજીને એક જ અઠવાડિયામાં ૧ લાખથી વધુ યુવાઓને નોકરીની તક આપી છે. વિજય રૂપાણીએ રાજયના યુવાધનને ઘરઆંગણે આવા વિશાળ કારકિર્દી પસંદગી અને માર્ગદર્શન અવસર ગ્રાન્ડ એજ્યુકેશન ફેરથી આપવા માટે શિક્ષણ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ૪૦ જેટલા સ્ટાર્ટઅપ યુવાઓને તથા શોધ સંશોધન માટે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત યુવાછાત્રોને ૫૦ લાખની સહાય રકમ અર્પણ કરી હતી.

Related posts

અમદાવાદમાં નવા વર્ષના સ્વાગત માટે યુવા પેઢી સજ્જ

aapnugujarat

રખડતા ઢોર મામલે ૧૦૦ નંબર પર ફરિયાદ કરી શકાશે

aapnugujarat

કેવડીયામાં સ્વામી નારાયણ હાઇસ્કુલ ખાતે નર્મદા જિલ્લાનો જિલ્લાકક્ષાનો ૬૮ મો વન મહોત્સવ ઉજવાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1