Aapnu Gujarat
Uncategorized

જામનગરમાં નવા વર્ષે ૪૪ પક્ષીઓએ આકાશ તરફ ઉડાન ભરી

જામનગરમાં સુપ્રસિદ્ધ બાલાહનુમાન મંદિર પરિસર નજીક ૨૦૨૧ના નવા વર્ષ દરમિયાન પાંજરે પુરાયેલા ૪૪ પક્ષીઓને રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતમાં કર્મા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુક્ત કરાતા આકાશ તરફ આઝાદીની ઉડાન ભરી હતી. કોઈ પક્ષીને પાંજરામાં પૂરી દેવામાં આવે તો તે શું કરશે ? તે ખૂબ પાંખો ફફડાવશે. વારંવાર તે આ પાંજરામાંથી બહાર નીકળવા પ્રયત્ન કરતું રહેશે. કારણકે તેને ખ્યાલ છે કે સ્વતંત્રતા શું છે ? તેને ખબર છે કે પાંખો ફેલાવીને ઉડવાનો આનંદ કેવો હોય છે. તેને ખબર છે કે ઉડાન શું હોય છે. તેણે આકાશની શાંતિનો આભાસ કર્યો છે જેથી આજે નવા વર્ષન પ્રારંભમાં જ કર્મા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ દ્વારા સેવાકીય કાર્યક્રમમાં ૪૪ જેટલા પક્ષીઓને મુક્ત કરાવીને આઝાદીની ઉડાન ભરાવી હતી. આ સેવાકીય કાર્યક્રમને સફળ બનાવવામાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભાજપ મંત્રી પરેશભાઈ દોમડીયા,આર. પી. ઘાડીયા, અનિશભાઈ રામાનીનો સહયોગ મળ્યો હતો અને તેઓ હાજર રહ્યા હતા તે બદલ તેમનો આભાર માનવામાં આવ્યો હતો,તેમજ સર્વ ને નવા વરસની ખુબ ખુબ શુભકામનાઓ ઋષિતા સોની (પ્રમુખ ) પ્રાચી કિરકોલ (ઉપપ્રમુખ ) દ્વારા પાઠવવામાં આવી હતી.
(તસવીર / વિડિયો / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે ઇંગ્લિશ દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

aapnugujarat

રાજકોટમાં પુત્રએ પિતાની હત્યા કરી

editor

कश्मीर से पहले चीन में रहने वाले मुस्लिमों की चिंता करें पाक : US

aapnugujarat

Leave a Comment

UA-96247877-1