Aapnu Gujarat
ગુજરાત

નાની હિરવાણી નજીક ૧.૮૦ લાખનો દારૂ ઝડપાયો

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના નાની હિરવાણી ગામ નજીકથી રૂપિયા ૧,૭૯,૬૮૫ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મહેસાણા એલસીબી પોલીસે ઝડપી પાડયો હતો. ખેરાલુ મહેસાણા એલસીબી પોલીસે બાતમીના આધારે હિરવાણીથી પાન્છા રોડ તરફ નાની હિરવાણી ગામ ખાતેથી ઈકકો ગાડીમાંથઈ વિદેશી દારૂની પેટી નંગ ૨૭ છુટી બોટલ નંગ ૩૫ કુલ નાનીમોટી બોટલો બિયરના ટીન નંગ ૯૭૧ રુપિયા ૧,૭૯,૬૮૫નો મુદ્દામાલ મળી આવેલ હતો. પોલીસથી બચવા જતા ચાલકે ગાડી પૂરપાટ ઝડપે હંકારતા એક મહિલાને ઈજા પહોંચાડી હતી. મહેસાણા એલસીબી પોલીસે કુલ કિંમત રુપિયા ૫,૮૯,૧૮૫ના મુદ્દામાલ સાથે બિશ્રનોઈ રમેશકુમાર બાબુલાલ રહે.કોટડા કાસોડી ઢાણી,તા.રાણીવાડા,જી.ઝાલોર રાજસ્થાન તેમજ રાજુ મકનારામ વિશ્રનોઈ રહે, સેસાવા, જાટોકી ઢાણી, તા,ચીતલવાણા,જી,ઝાલોર રાજસ્થાનને એલસીબીએ તમામ આરોપીઓ સામે ખેરાલુ પોલીસ મથકે પ્રોહી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(તસવીર / વિડિયો / અહેવાલ :- વિનોદ મકવાણા, મહેસાણા)

Related posts

વડનગર સિવિલ હોસ્પિટલમા દર્દીઓ રામ ભરોસે

editor

અમદાવાદમાં રોગચાળાના ૧૮૦૦થી વધુ કેસ નોંધાયા

aapnugujarat

आम की पैदावार कम होने से भाव ५० प्रतिशत बढ़े

aapnugujarat

Leave a Comment

UA-96247877-1