Aapnu Gujarat
ગુજરાત

વડનગર સિવિલ હોસ્પિટલમા દર્દીઓ રામ ભરોસે

વડનગરથી અમારા સંવાદદાતા વિનોદ મકવાણા જણાવે છે કે,વડનગરમાં બનાવામાં આવેલી GMERS મેડીકલ કોલેજ અને હોસ્પિટલમાં કોવીડ કેર સેન્ટર છે.અહી કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.દર્દીની સંખ્યામાં વધારો થતા અહી દર્દીઓ હોસ્પિટલ બહાર જ પોતાના ખર્ચે ઓક્સિજન લાવી સારવાર લઈ રહ્યા છે. આ હોસ્પીટલમાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકાર ની સુવિધા કરવામાં આવી નથી.આવી કાળઝાળ ગરમીમાં હોસ્પીટલમાં પંખાની કોઈ વ્યવસ્થા નથી દર્દીઓના સગાઓ પૂઠા અને હાથપંખા વડે હવા નાખી રહ્યા છે.વડનગર સિવિલમાં દર્દીઓને મફતમાં સારવાર મળે છે.પરંતુ હાલ દર્દીઓની હાલત કફોડી બની છે.રાજ્યમાં તમામ હોસ્પીટલમાં વેઈટિંગ દર્દીઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.પરંતુ વડનગરમાં કોરોના દર્દીઓને સુવિધા મળતી નથી.ત્યારે વેઈટિંગમાં રહેલા દર્દીઓને છાયડો તેમજ પંખા અને કુલરની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી.

Related posts

કાંકરેજ તાલુકા કોંગ્રેસ દ્વારા થરા ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

ધોળકામાં ભવ્ય ડાયરાનું આયોજન કરાયું

aapnugujarat

પ્રો. ડો. ચિરાગ સ્વામીનો સરસ્વતી શિક્ષણ મહાવિદ્યાલય માં સત્કાર સમારોહ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1