Aapnu Gujarat
ગુજરાત

વડોદરામાં રાષ્ટ્ર વંદના મંચ, મધ્ય ગુજરાત દ્વારા સંત મિલન સંભારંભ યોજાયો

આયોજક રાષ્ટ્ર વંદના મંચ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી.ડી.જી.વણઝારાની ઉપસ્થિતિમાં સમાજમાં એકતા પ્રસ્થાપિત થાય, સુવ્યવસ્થા પ્રસ્થાપિત થાય તથા સમાજને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ, ધર્મને લાગતા, રાષ્ટ્રને લગતા તમામ મુદ્દાઓના વિશ્લેષણ અર્થે સંત સમાજના સહયોગ થકી રાષ્ટ્ર નિર્માણના ઉદેશ્ય સાથે વડોદરાના વરણામાં ખાતે આવેલ ત્રિ મંદિરે સંત મિલન સંભારત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના ગોંડલ ખાતે, મહેસાણા ખાતે તથા તાજેતરમાં વડોદરા ખાતે રાષ્ટ્ર વંદના મંચ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થામાં કોઈ પણ નાત, જાત કે વર્ણ ના ભેદભાવ વગર જોડાઈને રાષ્ટ્રના નિર્માણ અને હિત માટે કાર્યરત થઈ શકાય છે. સંતોનું પણ એક સંગઠન નિર્માણ પામી રહ્યું છે, તે માટે ગુજરાતના વિવિધ શહેરો ખાતે રાષ્ટ્ર વંદના મંચ દ્વારા સંત મિલન સંભારંભ યોજવામાં આવી રહ્યા છે જેનો ઉદ્દેશ્ય અલગ અલગ સંપ્રદાયના સંતો એક મંચ પર આવે, તેઓ સંગઠિત થાય અને દેશને મહાન દિશા આપવા માટે તત્પર થાય તે છે. વરણા ખાતે આવેલ ત્રિ મંત્રિમાં આયોજિત સંત મિલન સમારંભમાં ડભોઈ(દર્ભાવતી) નગરીના નવનાથ કાવડ યાત્રાના આયોજક શ્રી. પરમ પૂજ્ય વિજયજી મહારાજ, નવનાથ કાવડ યાત્રા સમિતિના એડવોકેટ નિરંજન જૈન, કરણી સેના ના મહિલા પ્રમુખ મનીષાબા રાજ, મ.ગુ રાષ્ટ્ર મંચના પ્રમુખ અજયસિંહ રાજપૂત, મ.ગુ.રાષ્ટ્રવંદના મંચના સંયોજક-પ્રફુલ પટેલ તેમજ મ.ગુ.રાષ્ટ્રવંદના મંચના જિલ્લા પ્રમુખશ્રીઓ સહિત મોટી સંખ્યામાં માંડ્યા ગુજરાતના સંત મહાત્માઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સરકારશ્રીની ગાઈડ લાઈન પ્રમાણે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યું હતું.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

गुलमहोर पार्क मॉल के बाहर युवती के मामले में दो स्पा के मालिकों के बीच मारपीट

aapnugujarat

कांग्रेस का मनपा चुनावों के लिए ‘शपथ पत्र’

editor

राहुल गांधी अब अक्टूबर में मध्यजॉन में चुनाव प्रवास करेंगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1