Aapnu Gujarat
Uncategorized

ભાયાવદર શહેરમાં ખેડૂતો ઉપવાસ પર ઉતર્યા

ભાયાવદર હાલ આખા દેશમાં જે ખેડૂત વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો છે તેના વિરોધમાં આ ખેડૂત વિરોધી કાયદો રદ કરવા માટે છેલ્લાં એક મહિનાથી દેશની રાજધાની દિલ્હીમાં સમગ્ર ભારતના દરેક રાજ્યનાં ખેડૂતો આવી કળકળતી ઠંડીમાં રસ્તા ઉપર ઉતરીને સરકાર સામે આંદોલન કરી રહ્યા છે અને આ આંદોલનમાં અત્યાર સુધીમાં ૩૦ જેટલા આંદોલન કરી રહેલા ખેડૂત શહીદ થઈ ગયા છે, જેમના સમર્થનમાં આજે ભાયાવદર શહેરના ખેડૂત આગેવાનો કે જેમાં નગરપાલિકાના પ્રમુખ નયન જીવાણી, સહકારી મંડળીના પ્રમુખ નટવર મારસોણીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ નવીન ડેડકીયા, મંડળીના ઉપ પ્રમુખ જીતુ માકડીયા, પાંજરાપોળ સંસ્થાના ટ્રસ્ટી કાંતિ ઝાલાવડીયા, ખેડૂત આગેવાન મનસુખ માકડીયા, શાંતિલાલ કુંડારીયા, શહેર કોંગ્રેસ મહામંત્રી જ્યંતિ ભોજાણી, ખીરસરા ગામનાં ખેડૂત આગેવાનો અશ્વિનભાઈ, રાકેશ અરણીના, મનિષ સભાયા, પંકજ ફળદુભાઇ તેમજ ભાયાવદર શહેરનાં સહકારી મંડળીના સદસ્યો નગરપાલિકાના સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આજના ખેડૂત વિરોધી કાયદા તેમજ સહીદ થઈ ગયેલા ખેડૂત મિત્રો ને શ્રધ્ધાંજલી આપવા માટે હાલની કોરોના વાયરસ ની મહામારી ને ધ્યાન માં રાખી ને આજનુ ઉપવાસ આંદોલન બસ સ્ટેન્ડ સામે કરવામાં આવ્યું છે “ભાયાવદર સહેર તથા આજુબાજુના ગામોમાં પણ ઉપવાસ આંદોલન કરવામાં આવશે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

મહાસફાઇ અભિયાનનો પ્રારંભ સોમનાથ મંદિર ખાતેથી કરાયો

aapnugujarat

કોંગ્રેસ ગરીબોને રૂ.૭૨ હજાર કઈ રીતે આપશે એ સ્પષ્ટ કરે : રૂપાલા

aapnugujarat

चिदम्बरम २८ को राजकोट में व्यापारियों से बातचीत करेंगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1