Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોદી કેબિનેટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ૫૯૦૦૦ કરોડની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજનાને મંજૂરી આપી

મોદી કેબિનેટે આજે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે શિક્ષણને લઈને મોટો નિર્ણય લીધો છે. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ૫૯,૦૦૦ કરોડની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાથી ૪ કરોડથી પણ વધારે વિદ્યાર્થીઓને ફાયદો થવાનો છે. શિષ્યવૃતિમાં ૬૦ ટકા કેન્દ્ર અને ૪૦ ટકા રાજ્ય સરકાર આપશે.
કેબિનેટના આ નિર્ણય વિશે જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ હતું કે, ભારત સરકારે ડીટીએચ સેવા આપવા માટે દિશા નિર્દેશોમાં સંશોધન કર્યુ છે. ડીટીએચ લાયસન્સ ૨૦ વર્ષ સુધી ચાલુ રહેશે.
ડીટીએચ ક્ષેત્રને ૧૦૦ ટકા એફડીઆઈમાં સામેલ કરવામાં આવ્યુ છે. પહેલા વાણિજ્ય મંત્રાલય ૧૦૦ ટકા વિદેશી રોકાણને મંજૂરી આપી હતી. પણ માહિતી ખાતાની ગાઈડલાઈન અનુસાર તેને સમગ્રપણે લાગૂ કરી શક્યા નહીં. જોકે હવે યોગ્ય રીતે લાગૂ કરવાનો રસ્તો કેબિનેટ સાફ કરી દીધો છે.

Related posts

મોદી ઉત્તમ કોમ્યુનિકેટર, અર્થતંત્રને નવી દિશા આપી : પ્રણવ મુખરજી

aapnugujarat

ભારત અને પોલેન્ડ વચ્ચે નાગરિક ઉડ્ડયન સહકાર માટેની સમજૂતિને કેબેનેટની મંજૂરી

aapnugujarat

પ્રવિણ તોગડિયાએ કહ્યું રામજન્મભૂમિ આંદોલન શરુ કરનાર એક કોંગ્રેસી નેતા હતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1