Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોદી ઉત્તમ કોમ્યુનિકેટર, અર્થતંત્રને નવી દિશા આપી : પ્રણવ મુખરજી

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ મોદીને સૌથી ઉત્તમ કોમ્યુનિકેટર ગણાવ્યા હતા. એનડીએ સરકારના ત્રણ વર્ષ પુરા થવાના પ્રસંગે એક કાર્યક્રમમાં ભાગ લેતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, ’મોદીએ દેશના અર્થતંત્રને એક નવો રસ્તો બતાવ્યો છે. મોદીના અમુક નિર્ણયોને એક નવા યુગની શરૂઆત કહી શકાય.’શુક્રવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને મોદીના રેડિયા કાર્યક્રમ ’મન કી બાતઃ એ સોશિયલ રિવોલ્યૂશન ઓન રેડિયો’ અને ’માર્ચિંગ વિથ એ બિલિયન- એનાલાઈઝિંગ નરેન્દ્ર મોદીસ ગવર્નમેન્ટ એટ મીડટર્મ’ નામના બે પુસ્તકો ભેટમાં આપ્યા હતા. આ કાર્યક્રમમાં અરુણ જેટલી પણ સામેલ થયા હતા. કાર્યક્રમ બાદ રાષ્ટ્રપતિએ મોદીની પ્રશંસા કરી હતી.મુખરજીએ કહ્યું, ’એમાં કોઈ શંકા નથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ જમાનાના સૌથી ઉત્તમ કોમ્યુનિકેટર્સમાંના એક છે. આ મામલે તેમની સરખામણી ઈન્દિરા ગાંધી અને જવાહારલાલ નહેરુ સાથે કરી શકાય. આ એ લોકો છે જેઓ પોતાના સિદ્ધાંતો, સરકાર અને સેક્યુલર કોન્સ્ટિટ્યૂશન અંગે અસરકારક વાત કરે છે. અસરકારક કોમ્યુનિકેટર સિવાય તમે લાખો લોકોને લીડરશીપ ન આપી શકો.’
મોદી સરકારની પ્રશંસા કરતા મુખરજીએ કહ્યું કે, ’ડેવલપમેન્ટ માટે અનેક સેક્ટર્સમાં મોટા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે. આપણા અર્થતંત્રનો પાયો મજબૂત હોવાને કારણે આવું શક્ય બન્યું. આપણે યૂરો ઝોન જેવી ઈન્ટરનેશનલ કટોકટીમાં પણ હાર નથી માની. ભારતીય અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહી છે. મોદીએ તેને એક નવો મુકામ આપ્યો છે. એમાં કોઈ શંકા નથી કે તેમના અમુક નિર્ણયો તો નવા યુગની શરૂઆત છે.’

Related posts

भाजपा जनविरोधी और किसान विरोधी : अखिलेश

editor

કાશી વિશ્વનાથના મંદિરમાં મોદીએ કરેલી પૂજા

aapnugujarat

केरल में कोरोना वाइरस का तीसरा पोजिटिव केस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1