Aapnu Gujarat
ગુજરાત

ડભોઇ નંદોદી ભાગોળ વિસ્તારમાં ૨.૫ લાખની લૂંટ

ડભોઇ નંદોદી ભાગોળ વિસ્તારમાં મહિલાને માથાના ભાગે પાઇપના ફટકા મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી ઘરમાં મુકેલ ૨.૫ લાખ ની રોકડ રકમ લૂંટ ચલાવી યુવક ફરાર થઈ ગયો છે. ઈજાગ્રસ્ત મહિલાને ડભોઇ પ્રમુખસ્વામી હોસ્પિટલમાં ખસેડાયા છે ત્યાંથી તેઓને વધુ સારવાર અર્થે તાત્કાલિક વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેઓની તબિયત નાજુક હોવાનું જાણવા મળેલ છે. જાણવા મળ્યા મુજબ ડભોઇ નંદોદી ભાગોળ પોલીસ ચોકીની બાજુમાં આવેલ કોયલીવાવ ફળિયામાં રહેતા હનીફભાઈ અલ્લીભાઈ મન્સૂરી લીલા કચરા તથા ડાંગરના હારવેસ્ટર મશીન કમિશન પર મુકાવવાનો વ્યવસાય કરે છે અને તેઓનો પુત્ર કપાસનો વ્યવસાય કરે છે જે પૈકી ખેડૂતના ઉઘરાણીના આવેલ રૂપિયા ૨,૫૦,૦૦૦ ઘરના ડબ્બામાં મુકેલ હતાં જેની કોઈ જાણભેદુને જાણ હોઈ જયારે હનીફભાઈના પત્ની ઘરમાં એકલા હોવાનો લાભ લઇ અજાણ્યા શખ્સ દ્વારા તેઓને લોખંડની પાઇપથી હુમલો કરી ડબ્બામાં મુકેલ રોકડ રકમ લૂંટી પાછળના દરવાજે થી ભાગી ગયેલ છે. હનીફભાઈ ઘરે આવી દરવાજો ખોલતા તેમના પત્ની ઘરમાં લોહી લુહાણ હાલા્‌માં બેભાન અવસ્થામાં પડેલા જોઈ તેઓને પ્રમુખ સ્વામી હોસ્પિટલ લઇ ગયા હતા. ડભોઇ પોલીસને બનાવની જાણ થતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કરી કાયદેસરેની કાર્યવાહી હાથ ધરી હતી.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

વલસાડ ઓટોરીક્ષા એસોસીએશને ૪૫ યાત્રીઓના જીવ બચાવનાર સલીમ શેખનું જાહેર સન્માન કર્યું

aapnugujarat

પાવાગઢનું મહાકાળી મંદિર ૧ જૂન સુધી બંધ રખાશે

editor

સૂરત ભાજપમાં ડખો, સાંસદ પાટીલે ઉત્તર ભારતીયોને ‘કોંગ્રેસી’ કહેતાં વિવાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1