Aapnu Gujarat
ગુજરાત

સૂરત ભાજપમાં ડખો, સાંસદ પાટીલે ઉત્તર ભારતીયોને ‘કોંગ્રેસી’ કહેતાં વિવાદ

નવસારીના સાંસદ સી.આર.પાટીલ દ્વારા રેલ આંદોલનમાં જોડાયેલા ઉત્તર ભારતીયોને કોંગ્રેસી કહેવામાં આવતા ભાજપમાં ભડકાના એંધાણ દેખાઈ રહ્યા છે.ઉત્તર ભારતીયોએ ભાજપ કાર્યાલય પર આ જ મુદ્દે મોરચો કાઢીને સાંસદ સી.આર.પાટીલ વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યાં હતા..જોકે સાંસદ પાટીલ વિરુદ્ધ નારેબાજી કરનાર ઉત્તરભારતીયો અને તેમની સાથે આવેલા ભાજપી કાર્યકરોની વિરુદ્ધમાં ભાજપના જ કાર્યકરો દ્વારા ફરીવાર ભાજપ કાર્યાલય પર મોરચો લાવવામાં આવ્યો હતો..
પાટીલ સમર્થકોએ મોટી સંખ્યામાં કાર્યાલય પર ઉપસ્થિત રહીને સાંસદના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા..જોકે આ ઘટના બાદ ઉત્તર ભારતીયો અને સાંસદ પાટીલ વચ્ચેનું અંતર ઘટવાને બદલે વધતું દેખાઈ રહ્યું છે..ઉત્તર ભારતીય રેલસંઘર્ષ સમિતિએ ભાજપને આવેદન આપી સાંસદને માફી માગવા જણાવ્યું હતું.તો સામે પક્ષે સી આર પાટીલના સમર્થકોએ પણ બચાવમાં ઉતરી આવી દેખાવ કર્યાં હતાં.

Related posts

મસ્જીદ ૫ર ચડી ધ્વજા લહેરાવતા મીનારો તૂટી ૫ડ્યાની અફવા : સૂરતમાં કોમી અથડામણ

aapnugujarat

અમદાવાદમાં ઝાડા ઉલ્ટીના માત્ર ૨૪ દિનમાં ૪૦૮ કેસો

aapnugujarat

છોટા ઉદેપુર : ડેમોમાં પાણીની અછત સર્જાતા પ્રજાજનો ચિંતાતુર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1